Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહારનું ખાવાના શોખિનો હવે ચેતી જજો, સૂપમાંથી નીકળ્યો વંદો

અહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ  ભરૂચ જિલ્લામાં મોટા રેસ્ટોરન્ટ નયનરમ્ય સાથે સાંજ શણગાર કરવામાં આવતો હોય છે અને લોકો પણ હોશે હોશે રેસ્ટોરન્ટમાં વાનગીઓની મજા માણતા હોય છે પરંતુ આવી જ એક શ્રવણ ચોકડી નજીકની હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી વંદો નીકળતા...
બહારનું ખાવાના શોખિનો હવે ચેતી જજો  સૂપમાંથી નીકળ્યો વંદો

અહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લામાં મોટા રેસ્ટોરન્ટ નયનરમ્ય સાથે સાંજ શણગાર કરવામાં આવતો હોય છે અને લોકો પણ હોશે હોશે રેસ્ટોરન્ટમાં વાનગીઓની મજા માણતા હોય છે પરંતુ આવી જ એક શ્રવણ ચોકડી નજીકની હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો અને રેસ્ટોરન્ટ સંચાલકોએ રેસ્ટોરન્ટ મૂકીને ભાગવું પડ્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવી હતી

Advertisement

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં કેટલાક મિત્રો પીઝા અને સુપની મજા માણવા આવ્યા હતા અને મિત્રોએ પીઝા અને સૂપનો ઓર્ડર આપ્યો હતો જેમાં સૌપ્રથમ સૂપ આવ્યું હતું અને સુપની કટોરીમાં એક મિત્ર ચમચીથી હલાવી સુપને ઠંડું કરી રહ્યો હતો અને ચમચી મોઢામાં જાય તે પહેલાં જ તેની નજર ચમચીમાં રહેલા સૂપ ઉપર પડતા તેમાં વંદો (કોક્રોચ)હોવાનો ચોકાવનારો વિસ્ફોટ થયો હતો અને તેઓએ અન્ય મિત્રોને આ બાબતે જાણ કરતા પીઝાની મજા અને સૂપની મજા માણવા આવેલા યુવકો લાલઘુમ બન્યા હતા

Image preview

Advertisement

શ્રવણ ચોકડી નજીક આવેલ હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાં વંદો કોક્રોચ નીકળ્યો હોવાની જાણ રેસ્ટોરન્ટના મેનેજર ને કરવામાં આવી હતી અને તેઓએ માફી પણ માંગી હતી આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકની પણ રજૂઆત કરતા બંને જણા રેસ્ટોરન્ટ છોડીને ભાગી ગયા હતા. જેના પગલે રેસ્ટોરન્ટમાં સુપ અને પીઝાની મજા માણવા આવેલા યુવકો રોસે ભરાયા હતા અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવાના પ્રયાસ કરવા સાથે મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી

Image preview

હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યો વંદો હોવાના અહેવાલો બાદ મીડિયાએ પણ રેસ્ટોરન્ટમાં રહેલા રસોડાની મુલાકાત કરી હતી તો રસોડામાં પણ ગંદકીના સામ્રાજ્ય સાથે ફ્રીજની અંદર વંદા (કોક્રોચ)ના સામ્રાજ્ય જોવા મળ્યા હતા અને રસોડામાં પણ આગની ઘટના ઘટે તો આગ ઉપર કાબુ મેળવવા માટે પણ ફાયર સેફટીના સાધનો શુદ્ધા જોવા મળ્યા ન હતા ત્યારે ફાયર સેફટીના સાધનો વિના રેસ્ટોરન્ટ ચલાવવાનું લાઇસન્સ પણ કેવી રીતે અપાયું હશે તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ બની ગયો છે

સમગ્ર ઘટના સામે આવતા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે યુવકોએ રાત્રિના સમયે અધિકારીઓના સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ અધિકારીઓનો સંપર્ક થયો ન હતો કોઈપણ રેસ્ટોરન્ટમાં જો આવી ઘટના ઘટે તો તાત્કાલિક ધોરણે અધિકારીઓ સ્થળ ઉપર આવે તેવા પ્રયાસો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કરવાની જરૂર છે સુપમાં વંદા નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતાં આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે જો હજુ તંત્ર જાગૃત નહીં થાય તો આવનાર સમયમાં ભરૂચ જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે તેવી દેહસતો વર્તાઈ રહી છે

સૂપની ચુસ્કી મારવા જતાં ચમચીમાં વંદો દેખાયો : ગ્રાહક

અમે મિત્ર મંડળ દિવાળીના સમયમાં પ્રવાસ કરીને આવ્યા હતા અને તેમાંથી વધેલા રૂપિયાના ભાગરૂપે તમામ મિત્રોએ એક સાથે રેસ્ટોરન્ટમાં પીઝા અને સુપની મજા માણવાનું આયોજન કર્યું હતું અને હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં ગયા હતા. જેમાં સૌ પ્રથમ સૂપ આવ્યું હતું અને સૂપની પ્રથમ ચમચી મોઢામાં મુકવા જતાં ચમચીમાં નજર પડતા તેમાં વંદો હોવાનું માલુમ પડતા અમોએ રેસ્ટોરન્ટ સંચાલકોને ઠપકો આપતા તેઓ ભાગી ગયા હતા અને અન્ય રેસ્ટોરન્ટમાં આવી ઘટના ન બને તે માટે અધિકારીઓ કાર્યવાહી કરે તેવી ગ્રાહક તરીકે અમારી માંગણી છે તેમ ગ્રાહકે જણાવ્યું હતું

હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ કરવાની કામગીરી કરાશે : અધિકારી ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારી

હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી વંદો જીવાત નીકળી છે અને આ સંચાલકને અગાઉ પણ અધિકારીઓ તરફથી આવી જ ફરિયાદ બાબતે ટોકવામાં આવ્યા હતા અને તેમણે માફી માગી હતી પરંતુ આ વખતે જે પ્રકારે ખાવાના શોપમાં જીવાત વંદો નીકળ્યો છે તે ચલવી લેવાય તેમ નથી તેઓ રેસ્ટોરન્ટ હાલ બંધ છે પરંતુ તેમનું લાયસન્સ રદ કરવાની કામગીરી ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવનાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું..

યુવકના સૂપમાં વંદો નીકળતા મેનેજરએ માફી માગી હોવાનો વિડિયો આવ્યો સામે..

હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપમાંથી વંદો નીકળતા યુવકોએ રેસ્ટોરન્ટના મેનેજરને આ બાબતે ટોક્યા હતા તો તેઓએ માફી માંગી હતી અને વંદાવાળુ સુપ લઈ ફેંકી દીધુ હતું અને રેસ્ટોરન્ટના મેનેજરએ માફી માંગતો વિડિયો પણ યુવકોએ કર્યો હતો. પરંતુ લોકો જાગૃત થાય તેના ભાગરૂપે આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે

રેસ્ટોરન્ટ બહારથી દુલ્હનની જેમ શણગારેલું રસોડું ગંદકીથી ખદબત્તું...

ઘણા રેસ્ટોરન્ટ બહારથી જોવામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને દુલ્હનની જેમ સજાવેલી રેસ્ટોરન્ટમાં ખાવાની મજા માણવા લોકો જતા હોય છે પરંતુ દુલ્હનની જેમ સજાવેલા રેસ્ટોરન્ટના રસોડાની પણ મુલાકાત ગ્રાહકોએ કરવાની જરૂર છે આવું જ એક રેસ્ટોરન્ટ કે જે બહારથી દુલ્હનની જેમ શણગાર સાથે નયનરમ્યા પરંતુ તેના રસોડામાં વંદા જીવાતોના સામ્રાજ્ય અને ખુલ્લી વાનગીઓથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સાથે ખીલવાડ કરતાં હેલીઓસ પીઝા રેસ્ટોરન્ટનો ભાંડો ફૂટી ગયો છે

આ  પણ  વાંચો -રાજકોટ ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.