Banaskantha Police: થરાદના પૂર્વ ધારાસભ્ય એ આ શું કહ્યું...?
Banaskantha Police: બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ -પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના નેતાઓની સાથે પોલીસ પર નિશાન સાધ્યું હતું. ગુલાબસિંહે પોલીસને ધમકી આપી વાવ અને થરાદમાં પોલીસ લોકોને દબાવવાનું કામ કરતી હોવાનું ગુલાબસિહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો.
Banaskantha Police
- પોલીસ કર્મીઓ લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ
- ગુલાબસિહ કહું હતુ કે ઘણા બધા પોલીસના લોકો વાવ થરાદમાં લોકોને દબાવવાનું કામ કરી રહ્યા છે
- ગેનીબેનને લોકસભામાં જીતાડવા અપીલ કરી
થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે એમની પાસે ડેરી હતી બેંક હતી ગામે ગામ સોસાયટી હતી સરકારી તંત્ર હતું. મંત્રી હતા પણ વાવની ખમીરવંતી જનતાએ જે કરી બતાવ્યું. એના કારણે ગેનીબેન ને ક્યાંય ઓળખાણ આપવી પડતી નથી, એવા લોકો કે જે ગાડી પર ઉભા રહેતા જમીન પર પગ પણ મુકતા ન હતા. જેને જમીન પર લાવ્યા આ વખતે પણ આપણે જમીન પર લાવવાના છે. જે કામ બનાસકાંઠા ની જનતાએ કરવાનું છે.
અહેવાલ યસપાલસિંહ વાઘેલા
આ પણ વાંચો: Gujarat CAA ACT Members: 18 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
આ પણ વાંચો: Election Commission: વાંચો… ગુજરાતમાં લોકસભા ચૂંટણીની કેવી રીતે તૈયારી કરાશે અને શું હશે વિશેષતા?
આ પણ વાંચો: Bladder Atrophy Camp: Civil Hospital માં 2 વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ