Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : કોંગ્રેસનાં ગેનીબેન ગાજ્યા, ભાજપના ડો. રેખાબેન ચૌધરીને હરાવી પહેર્યો જીતનો તાજ

બનાસકાંઠા (Banaskantha ) લોકસભા બેઠક પર ભારે રસાકસી બાદ આખરે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના (Ganiben Thakor) શિરે જીતનો તાજ જોવા મળ્યો છે. દિવસભર કોંગ્રેસ (CONGRESS) ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના (BJP) ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી (DR. Rekhaben Chowdhury) વચ્ચે ખરાખરીનો જંગ...
02:50 PM Jun 04, 2024 IST | Vipul Sen

બનાસકાંઠા (Banaskantha ) લોકસભા બેઠક પર ભારે રસાકસી બાદ આખરે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના (Ganiben Thakor) શિરે જીતનો તાજ જોવા મળ્યો છે. દિવસભર કોંગ્રેસ (CONGRESS) ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના (BJP) ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી (DR. Rekhaben Chowdhury) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. મતગણતરી શરૂ ત્યારથી ક્યારે ડૉ. રેખાબેન ચૌધરી તો ક્યારે ગેનીબેન ઠાકોર આગળ રહ્યા હતા. જો કે, હવે ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે.

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી બનાસકાંઠા (Banaskantha ) બેઠક પર કોંગ્રેસ (cONGRESS) અને બીજેપીના (BJP) ઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો છે. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20,331 થી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે.

હું જનતાનો આભાર માનું છું : ગેનીબેન ઠાકોર

પરિણામ પહેલા બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું હતું કે, આજે મતગણતરીનો દિવસ છે. આજે દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને એક જ પ્રાર્થના કરી છે કે સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાપ્ત થાય. વહીવટી તંત્ર અને તેની સાથે સંકળાયેલા લોકો એક ખેલદિલીપૂર્વક ભાવના રાખી અને લોકશાહીનું જતન કરે એવી વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે. બનાસકાંઠાની (Banaskantha) જનતાએ ભરપૂર મતદાન કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો તે માટે હું જનતાનો આભાર માનું છું.

ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભર્યું હતું મામેરું

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી (ElectionsResults) માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના (Kshatriya sAMAJ) આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાના (Parshottam Rupala) વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.

ગેનીબેને (Geniben Thakor) કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. ગેનીબેને આગળ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો - ElectionsResults : અહીં BJP ની જીત પાક્કી! આ ઉમેદવારો પહેરશે જીતનો તાજ!

આ પણ વાંચો - Gujarat ElectionsResults : ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભારી મતોથી વિજય

આ પણ વાંચો - ElectionsResults : ગેનીબેનનું મામેરૂં છલોછલ! આટલા મતોથી આગળ, જાણો શું છે બનાસકાંઠાની સ્થિતિ ?

Tags :
#indiaallianceBJPCongressElectionsResultsElectionUpdateGandhinagarGaniben ThakorGujarat FirstGujarati NewsLok Sabha elections 2024Rekhaben Chowdhury
Next Article