Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેન્ક ઓફ બરોડાના કર્મીઓએ વીમા પોલિસીને સાથે રાખી કરોડોનું કૌભાંડ આચર્યું

Banaskantha Bank Fraud: બનાસકાંઠા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં આવેલ Bank Of Baroda માં ગ્રાહકોએ પહોંચી હોબાળો મચાવતા હડકંપ મચી જવા પામ્યો છે. Bank Of Baroda માં બેસતાં India First Insurance Policy ના એજન્ટે બેન્ક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ...
12:02 AM May 19, 2024 IST | Aviraj Bagda
Banaskantha Bank Fraud

Banaskantha Bank Fraud: બનાસકાંઠા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં આવેલ Bank Of Baroda માં ગ્રાહકોએ પહોંચી હોબાળો મચાવતા હડકંપ મચી જવા પામ્યો છે. Bank Of Baroda માં બેસતાં India First Insurance Policy ના એજન્ટે બેન્ક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લાગવી હોબાળો કર્યો હતો. બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દોડી આવી હતી. જોકે બેન્ક પોતાના પૈસા પરત અપાવે નહીં, તો ફરિયાદ કરી બેંકનો ઘેરાવો કરવાની ગ્રાહકોએ ચીમકી ઉચ્ચારી હતી.

લોકો પોતાના જીવનની તેમજ પરીવારની સુરક્ષા માટે Insurance Policy સહિતની અનેક પોલીસીઓ લઈને ભવિષ્યની ચિંતા કરીને તેમાં પોતાના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે. જોકે અનેક વીમા કંપનીઓ તેમજ agents ઉઠી જતા અથવા ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઇ જતાં લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખેડૂતો અને ગ્રાહકો સાથે બન્યો છે. જેમાં ફર્સ્ટ ઇન્ડિયા નામની વીમા કંપનીમાં 250 થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જતાં ગ્રાહકોએ ચિત્રાસણી ગામની બેન્ક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો.

આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા

ગ્રાહકોના કરોડો રૂપિયા કેવી રીતે ગયા તેની હકીકત જાણીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેન્ક ઓફ બરોડામાં આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા. ત્યારે ચિત્રાસણીની બેન્ક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપની સાથે ટાયઅપ કરીને India First Company ના agents ને તેમની બેંકમાં બેસાડ્યા હતા. જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોએ બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા. તો બીજી તરફ બેન્ક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેન્ક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને 250 થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ India First Company પાસેથી Insurance Policy લઈને તેમના કરોડો રૂપિયા રોક્યા હતા.

આ પણ વાંચો: Brain dead ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતાં ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો

જોકે India First Company ના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વિમાની પાવતીઓ આપી હતી. પરંતુ તેમના પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. જોકે એજન્ટે મોટાભાગના ગ્રાહકોને પાવતીઓ આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લીકેટ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌંભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો. ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતાં ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો હતો. પોતાના રૂપિયા પરત લાવવા માટે માંગ કરી હતી અને જો કઈ નહિ થાય તો બેન્ક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Balloon Carnival: દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન

India First Company માં લોકોએ પોતાના જીવનભરની બચત રોકી હતી

ચિત્રાસણી Bank Of Baroda માં ગ્રાહકોના ખાતા હોઈ કેટલાક ગ્રાહકોએ પોતાની જીવનભરની મૂડી એફડી તરીકે મૂકી હતી. જોકે બેંકમાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટના એજન્ટને કોની કેટલી મૂડી બેંકમાં પડી છે. તે ખબર હોવાથી તેને બેંકના કર્મચારીને સાથે લઈ જઈને ગામડાઓમાં જઈને ગ્રાહકોને વધુ વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા, ગ્રાહકોએ ભોળવાઈને તેમની એફડી તોડાવીને ઇન્ડિયા ફર્સ્ટમાં પૈસા ભર્યા હતા. જોકે તેની ખોટી સ્લીપો આપી હોવાના ગ્રાહકોએ આક્ષેપો લગાવ્યા છે. જોકે બેંકમાં રહેલા અન્ય હંગામી કર્મચારીઓએ પણ લોકોના રૂપિયા ડૂબ્યા હોવાનું કબુલ્યું હતું. જોકે ગ્રાહકોના હોબળા બાદ બેન્કમાં પહોંચેલા બેંકના મેનેજર અને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે કશુંજ બોલવા તૈયાર ન હોવાથી ગ્રાહકોએ તેમના ઉપર આક્ષેપ કર્યા હતા. જે પણ લોકો આમાં સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ચિત્રાસણીની Bank Of Baroda માં વિશ્વાસ કરીને તેની સાથે ટાયઅપ કરેલ India First Company માં લોકોએ પોતાના જીવનભરની બચત રોકી હતી. જોકે હવે ગ્રાહકોના પરસેવાની કમાણી ડૂબી જતાં Bank Of Baroda આ બાબતે તપાસ કરાવવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. જોકે હવે જોવાનુંએ રહ્યું કે ગ્રાહકોને તેમના પૈસા પરત મળે છે કે પછી લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.

સચિન શેખલીયા - બનાસકાંઠા

આ પણ વાંચો: Junagadh : વંથલીથી દીપડાનાં 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યું

Tags :
BanaskanthaBanaskantha Bank FraudBank of BarodaIndia First CompanyInsurance Policy
Next Article