Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Balva District: બાવળા તાલુકા નગરપાલિકામાં રાજ્ય ગૃહમંત્રી કુલ 54.18 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

Balva District: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત (Viksit Bharat) અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra) હેઠળ દેશના ખૂણે-ખૂણે વિકસિત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર (Viksit Bharat) દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિશ્વના વિકસિત...
04:34 PM Mar 13, 2024 IST | Aviraj Bagda
Viksit Bharat 2047

Balva District: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત (Viksit Bharat) અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા (Viksit Bharat Sankalp Yatra) હેઠળ દેશના ખૂણે-ખૂણે વિકસિત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર (Viksit Bharat) દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિશ્વના વિકસિત દેશની યાદીમાં સંક્ષિપ્ત કરવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો છે. તેના અંતર્ગત દેશના ગામડાઓ અને પરસ્પર પછાત વિસ્તારોમાં વિકસિત કાર્યો સૌ પ્રથમ કાર્યરત કરવામાં આવ્યા છે.

ત્યારે આજરોજ અમદાવાદ (Ahmedabad) જિલ્લાના બાવળા તાલુકાની નગરપાલિકાના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. બાવળા તાલુકાની નગરપાલિકામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ( Home Minister Harsh Sanghvi) દ્વારા તાલુકામાં કુલ 54.18 કરોડના વિકાસ કાર્યોનો શુભાંરભ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બાવળામાં શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર યોજના (Drainage) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વર્ષોથી અટવાયેલા વિકસિત કામોના પ્રશ્નો હલ કરાયો

જોકે બાવળા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર (Drainage) યોજનાના પ્રશ્નોનો હલ કરવામાં આવ્યો છે. આ પ્રાથમિક સુવિધા દ્વારા બાવળા તાલુકાના નાગરિકોની રોજિંદા જીવનની સમસ્યા દૂર થશે. તેની સાથે ચોમાસા જેવી ઋતુમાં પાણીના નિકાલનો પ્રશ્ન પણ ઉદ્ભવશે નહી. તાલુકામાં નગરપાલિકા દ્વારા અન્ય 50 વિકસિત (Viksit Bharat) કાર્યો પણ તાલુકા ક્ષેત્રે હાથ ધરવામાં આવ્યા છે.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવનું નિવેદન

ત્યારે આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ( Home Minister Harsh Sanghvi) એ નિવેદન આપ્યું હતું કે, ગાંધીનગર બેઠક પરથી લોકસભા સાંસદ અમિત શાહ (Amit Shah) ના હ્રદયમાં બાવળા તાલુકો વસેલો છે. બાવળા તાલુકામાં સફાઈથી લઈને તમામ વિકસિત (Viksit Bharat) કાર્યો સાંસદ અમિત શાહ (Amit Shah) દ્વારા તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે. એટલે કે.... બાવળા તાલુકાના લોકો નસીબદાર છે કે તે સાંસદ અમિત શાહ (Amit Shah) જેવા નેતા મળ્યા છે.

આ પણ વાંચો: PM મોદીએ પોતાનો ગાંધીનગરનો પ્લોટ દાનમાં આપ્યો, બનશે 16 માળની બિલ્ડીંગ…

આ પણ વાંચો: VNSGU : ઉત્તરવહીમાં ચલણી નોટ, કાપલી, અભદ્ર લખાણ હશે તો ભરવો પડશે આટલો મસમોટો દંડ

આ પણ વાંચો: VADODARA : કાર્યને લયમાં લાવવા માટે કાર્યાલયની આવશ્યકતા – સી. આર. પાટીલ

Tags :
AhmedabadAhmedabad CollectorAmit ShahBalva DistrictBavla Taluka MunicipalityDistrictGujaratGujaratFirstViksitViksit BharatViksit Bharat Sankalp Yatra
Next Article