ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayurvedic balm: ક્ચ્છ યુનિવર્સિટીના સંશોધક ટીમે પંચગવ્ય આધારિત સંપૂર્ણ નેચલર બામ બનાવ્યું

Ayurvedic balm: ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ઘણા સમયથી ગાયના ઘી માંથી અન્ય ઉપયોગી પ્રોડક્ટ બનાવવા અંગે સંશોધન ચાલુ હતું જેમાં હાલમાં ખુબ સારી સફળતા મળી છે. ગાય આધારિત નેચલર બામ બનાવવામાં આવી કોઈ આડઅસર આ...
11:54 PM Feb 21, 2024 IST | Aviraj Bagda
A research team from the University of Kutch created a complete natural balm based on Panchagavya

Ayurvedic balm: ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. ઘણા સમયથી ગાયના ઘી માંથી અન્ય ઉપયોગી પ્રોડક્ટ બનાવવા અંગે સંશોધન ચાલુ હતું જેમાં હાલમાં ખુબ સારી સફળતા મળી છે.

ગાય આધારિત નેચલર બામ બનાવવામાં આવી

કચ્છ યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજય રામ અને બિજલ શુક્લના માર્ગદર્શનમાં કામ કરતી વિધાર્થિની હિના સોલંકીની રિસર્ચ ટીમ દ્વારા કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ વગર ફક્ત હર્બલ એક્સટ્રેક્ટ અને ગાય આધારિત નેચલર બામ બનાવવામાં આવી છે.

કોઈ આડઅસર આ બામ થી થવાની શક્યતા નહિવત

Ayurvedic balm

આ ટિમ દ્વારા ગાયના ઘી અને અન્ય આયુર્વેદિક મૂલ્ય ધરાવતી વનસ્પતિના એક્સટ્રેક્ટના ઉપયોગથી સંપુર્ણ પ્રાકૃતિક રીતે બામ બનાવવામાં આવ્યું છે. જે શરદી,ઉધરસ અને શરીરના તમામ દુખાવામાં કારગત નીવડે એવું નેચરલ બામ છે. આ નેચરલ બામમાં કોઈ પણ પ્રકારના કેમિકલ વાપરવામાં નથી આવ્યા. જેથી કોઈ આડઅસર આ બામ થી થવાની શક્યતા નહિવત છે.

હાલમાં આ પ્રોડકટની ફોર્મ્યુલાની પેટેન્ટ મેળવવાની પ્રકિયા ચાલુ

શ્વસન સંબંધી અનેક વિકારોની વધતી જતી ઘટનાઓ અને વિશ્વભરમાં ક્રોનિક રોગોના વધતા વ્યાપને કારણે આગામી વર્ષોમાં શરદી, ઉધરસ અને ગળાના દુખાવાના ઉપાયોની કુદરતી દવાઓની માંગમાં વધારો થવાની ધારણા છે. જેથી કચ્છ યુનિવર્સિટીમાં થયેલું આ સંશોધન ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્રોડક્ટની ખુબ ઓછી કિંમત અને સરળતાથી બની શકે તેમ હોવાથી ખેડૂતોને સારી આવક થઇ શકશે. હાલમાં આ પ્રોડકટની ફોર્મ્યુલાની પેટેન્ટ મેળવવાની પ્રકિયા ચાલુ છે. તથા સ્ટેબિલિટી સ્ટડી અને અન્ય જરૂરી પ્રયોગો ચાલુ છે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો:

Tags :
AyurvedicAyurvedic balmbalmcowGujaratGujaratFirstinventionKutchKutch universityScienceTechnology
Next Article