Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Atal Bridge : આઇકોનિક બ્રિજની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદી પર આવેલ અને આઇકોનિક બ્રિજ તરીકે જાણીતો અટલ બ્રિજ (Atal Bridge) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા આ બ્રિજ પરના કાચ તૂટી જતાં કાચ ફરતે બેરિકેટ લગાવી દેવાયાં હતાં. જો કે, હવે ફરી એકવાર...
atal bridge   આઇકોનિક બ્રિજની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો   તો પહેલા વાંચી લો આ સમાચાર

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદી પર આવેલ અને આઇકોનિક બ્રિજ તરીકે જાણીતો અટલ બ્રિજ (Atal Bridge) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા આ બ્રિજ પરના કાચ તૂટી જતાં કાચ ફરતે બેરિકેટ લગાવી દેવાયાં હતાં. જો કે, હવે ફરી એકવાર કાચ તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. બ્રિજનાં પૂર્વ ભાગમાં સાઈડમાં લગાવેલા 3 કાચ તૂટ્યા હોવાની માહિતી છે. જો કે, કાચ તૂટ્યાને 48 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? એવા સવાલો થઈ રહ્યા છે.

Advertisement

કાચ તૂટ્યા પણ કામગીરી શરૂ ન કરાઈ

શહેરની નવી ઓળખ અટલ બ્રિજ ફરી ચર્ચામાં

અમદાવાદમાં (Ahmedabad) અટલ બ્રિજનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી આ બ્રિજ ખૂબ જ ચર્ચામાં છે. આ બ્રિજ હવે શહેરની નવી ઓળખ બની ગયો છે. દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો અમદાવાદનાં અટલ બ્રિજની મુલાકાત લેતા હોય છે. અન્ય જિલ્લાઓમાંથી પણ મુલાકાતીઓ અહીં આવે છે અને ફોટા અને વીડિયો બનાવી અટલ બ્રિજ (Atal Bridge) સાથે પોતાની મુલાકાતને મોબાઇલમાં કેદ કરી લે છે. જો કે, અટલ બ્રિજ અન્ય એક બાબતે પણ ચર્ચામાં રહ્યો છે. અગાઉ આ બ્રિજ પર ફૂટ ટ્રેક પર લાગેલા કાચ તૂટી જતાં તેની ફરતે બેરિકેટ લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર બ્રિજના કાચ તૂટ્યા છે.

Advertisement

કાચ તૂટતા બેરિકેટ લગાવ્યાં

કાચ તૂટ્યા પણ વહીવટી તંત્રનું મંદ વલણ

માહિતી છે કે અટલ બ્રિજનાં પૂર્વ ભાગમાં સાઇડમાં લગાવેલા 3 કાચ તૂટ્યા છે. જો કે, વહીવટી તંત્રે કાચ તૂટતાં માત્ર બેરિકેટ લગાવી સંતોષ માન્યો છે. ઘટનાને 48 કલાક જેટલો સમય થયો હોવા છતાંય સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. એવામાં જો કોઈ દુર્ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ રહેશે ? તેવા સવાલ થઈ રહ્યા છે. હાલમાં કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ બ્રિજ તરફ ધ્યાન ન અપાતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

આ પણ વાંચો - Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો - Gir Somnath: કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા DGP ને લખ્યો પત્ર

Tags :
Advertisement

.