Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુમકુમ મંદિર ખાતે અધિક - પુરુષોત્તમ માસ હોવાથી હિંડોળામાં ભગવાન બે મહિના બિરાજમાન થશે

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળાનો ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની પૂર્ણાહુતિ તા. ૧ સપ્ટેમ્બર શ્રાવણ વદ - બીજના રોજ થશે. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે હિંડોળા શણગારવાનું આયોજન કરવામાં આવેલ છે. હિંડોળા દર્શન નિત્ય સાંજે - ૪...
04:28 PM Jul 11, 2023 IST | Hardik Shah

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળાનો ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની પૂર્ણાહુતિ તા. ૧ સપ્ટેમ્બર શ્રાવણ વદ - બીજના રોજ થશે. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે હિંડોળા શણગારવાનું આયોજન કરવામાં આવેલ છે. હિંડોળા દર્શન નિત્ય સાંજે - ૪ - ૦૦ થી ૮ - ૪૫ સુધી થશે.

ભક્તોને સંધ્યા આરતીના દર્શનનો લાભ સાંજે ૭ - ૧૫ વાગે મળશે. આ એકમાસ દરમ્યાન કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, મોતીના, આભલાંના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, બોલપેન, રાખડી,પવિત્રાં આદિ વિવિધ ભાત-ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.એવું એક યાદીમાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે.

હિંડોળા અંગેની માહિતી આપતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ વખતે અધિક - પુરુષોત્તમ માસ હોવાથી ભગવાનને બે મહિના સુધી હિંડોળામાં ઝુલાવવામાં આવશે.

હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર.હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે.અયોધ્યામાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ તે “ઝુલા - ઉત્સવ” તરીકે ઊજવાય છે. વૃંદાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઊજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં ભગવાનને ઝુલાવીને ઉત્સવ કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને સદ્‌.શ્રી નિષ્કુળાનંદસ્વામીએ બાર બારણાંના હિંડોળમાં ઝુલાવ્યા હતા તેની સ્મૃતિમાં આ હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો - Gujarat Rain NEWS : ગુજરાતના આ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસશે, હવામાન વિભાગની મોટીઆગાહી

આ પણ વાંચો - સાંકળચંદ પટેલ યુનિ.ની નુતન હોમિયોપેથી કોલેજમાં ડો.સેમ્યુઅલ હનેમાનની પ્રતિમાનું અનાવરણ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદીપ કચિયા

Tags :
carousel festivalKumkum templeSri Swaminarayan Sampradaya templesSwaminarayan SampradayaSwaminarayan templesthe Lord
Next Article