Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Support Prices : વાવેતર પહેલાં ખરીફ પાકોના ટેકાના ભાવની સરકારે કરી જાહેરાત

ધરતીપુત્રોનાં હિતને વરેલી ભારત સરકારે (Government of India) વર્ષ 2024-25 માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની (Support Prices ) જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમ જ તેમની ખેત પેદાશોનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં...
support prices   વાવેતર પહેલાં ખરીફ પાકોના ટેકાના ભાવની સરકારે કરી જાહેરાત

ધરતીપુત્રોનાં હિતને વરેલી ભારત સરકારે (Government of India) વર્ષ 2024-25 માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની (Support Prices ) જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમ જ તેમની ખેત પેદાશોનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

વાવેતરની શરૂઆત થાય તે પહેલાં ભાવની જાહેરાત

રાજ્યમાં કપાસ (cotton), ડાંગર, જુવાર, બાજરી, રાગી (ragi), મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોનાં વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાનાં પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમ જ ગુજરાતનાં ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનાં અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendar Modi) તેમ જ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો (Shivraj Singh Chauhan) આભાર વ્યક્ત કર્યો છે. ઉપરાંત,ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો (Bhupendra Patel) પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

વિવિધ પાકોના ભાવની જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર (Government of India) દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2024-25 માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ કપાસ માટે રૂ. 7,121 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. 2,300 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. 3,371 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2,625 પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. 4,290 પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. 2,225 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8,682 પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. 7,400 પ્રતિ ક્વિ., મગફળી માટે રૂ. 6,783 પ્રતિ ક્વિ. અને સોયાબિન માટે રૂ. 4,892 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Kutch : સુરક્ષા એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ, 12 દિવસમાં ઝડપ્યું આટલું ચરસ

Advertisement

આ પણ વાંચો - Dahod : લ્યો બોલો… નકલી કચેરી બાદ હવે નકલી કર્મચારીઓ, પંચાયત કચેરીનાં Video થી વિવાદ

આ પણ વાંચો - Morbi Tragedy : અરજદારે કોર્ટમાં કરી CBI તપાસની માગ, HC ની સરકાર સામે નારાજગી!

Tags :
Advertisement

.