SALANGPUR : સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોમાં રોષ , સંતો-મહંતોની બેઠક યોજાશે
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ જિલ્લાના સાધુ સંતો સંમેલન યોજાશે. હિન્દુ સંગઠન ભેગા થઈ આગામી રણનીતિ બનાવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય સંતોની કોર કમિટીની બેઠક મળશે આગામી દિવસો અમરેલીમાં...
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ જિલ્લાના સાધુ સંતો સંમેલન યોજાશે. હિન્દુ સંગઠન ભેગા થઈ આગામી રણનીતિ બનાવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય સંતોની કોર કમિટીની બેઠક મળશે
Advertisement
આગામી દિવસો અમરેલીમાં સાધુ સંતોની બેઠક મળશે
આગામી દિવસોમાં અમરેલીમાં સાધુ સંતોની બેઠક મળશે. સંતોની મોટી બેઠકમાં દેશભરના સંતો હાજરી આપશે. બેઠકમાં રણનીતિ નક્કી કરાશે. તથા ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના સંતો જોડાશે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.
ભીંતચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ
આ ભીંતચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક ભીંતચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. એક ભીંતચિત્રોમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે. હનુમાનજીના આ પ્રકારનાં ભીંતચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ છે. આ સાધુ-સંતોએ શરૂ કરેલા વિરોધના સૂરમાં વિશ્વ હિંદુ પરિષદે પણ સૂર પૂરાવ્યો છે.
વિરોધ કરનારા સાધુ-સંતોએ આ ભીંતચિત્રો દૂર કરવાની પણ માગ કરી
વિરોધ કરનારા સાધુ-સંતોએ આ ભીંતચિત્રો દૂર કરવાની પણ માગ કરી છે. કથાકાર મોરારિબાપુએ પણ આ ભીંતચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી છે. તેમણે કહ્યું, “આ હીન ધર્મ છે.” કેટલાક સમાજ અને સમુદાયોના આગેવાનોએ પણ સ્વામીનારાયણ સંપ્રદાયને ચેતવણી આપી છે કે, ‘જો હનુમાનજીનું અપમાન કરતાં આ ભીંતચિત્રો નહીં હઠાવાય તો તેઓ આંદોલન કરશે.’
Advertisement
આ પણ વાંચો-SALANGPUR: હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રોના મુદ્દે સનાતન સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર દલીલો
Advertisement