Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anant Radhika Wedding : અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં Rihanna મચાવશે ધૂમ,રિહર્સલ વીડિયો થયો Viral

Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ (Anant  and Radhika pre-wedding) ફંક્શનનો ભાગ બનવા માટે બોલિવૂડ સ્ટાર્સની (Bollywood stars) સાથે કેટલાક ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. હવે જામનગરમાંથી (JAMNAGAR) લગ્ન પહેલાની તૈયારીઓના કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થાય...
09:55 AM Mar 01, 2024 IST | Hiren Dave
anant ambani wedding

Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ (Anant  and Radhika pre-wedding) ફંક્શનનો ભાગ બનવા માટે બોલિવૂડ સ્ટાર્સની (Bollywood stars) સાથે કેટલાક ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. હવે જામનગરમાંથી (JAMNAGAR) લગ્ન પહેલાની તૈયારીઓના કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થાય છે. જેમાં રિહાના( Rihanna)માટે તૈયાર કરવામાં આવેલો ભવ્ય સ્ટેજ દેખાઈ રહ્યો છે. નજીકની ઈમારતોમાં હાજર લોકો તેનો આનંદ લેતા હોય તેવું લાગે છે. ઇન્ટરનેશનલ પોપ આઇકોન રિહાના હાલમાં ગુજરાતના જામનગરમાં છે. મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ (Anant  and Radhika pre-wedding) માટે વિશ્વભરના સ્ટાર્સને આમંત્રિત કર્યા છે. ગુરુવારે ગાયિકાની ટીમ અને તે પોતે જામનગર પહોંચી ગયા હતા અને આ સાથે રિહાનાનું લગેજ પણ ત્યાં પહોંચી ચૂક્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી અને હવે આ ઘટનાની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં રિહાનાના પરફોર્મન્સનું રિહર્સલ જોવા મળે છે.

 

રિહાના 'ઓલ ઓફ ધ લાઈટ્સ' પર પરફોર્મ કરવા જઈ રહી છે

અન્ય લીક થયેલા વિડીયોમાં એ પણ જોવા મળે છે કે રિહાના 'ઓલ ઓફ ધ લાઈટ્સ' પર પરફોર્મ કરવા જઈ રહી છે. વાયરલ ક્લિપ જોઈને કહી શકાય કે દૂર-દૂરથી હાજર લોકો અને આસપાસની ઈમારતોના લોકો રિહાનાના આ પરફોર્મન્સ પર ડાન્સ કરવા જઈ રહ્યા છે. આવા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં નજીકની બિલ્ડીંગમાં હાજર લોકો આ ઈવેન્ટમાં વગાડવામાં આવતા ગીતો પર ફ્રી કોન્સર્ટ માણતા જોવા મળે છે.

એ નિશ્ચિત છે કે જામનગરમાં કંઈક ભવ્ય બનવાનું છે અને કદાચ અગાઉ આવું બન્યું ન હોય. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે દુનિયાભરની હસ્તીઓ પહોંચી રહી છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલનારા આ ભવ્ય ઈવેન્ટમાં રિહાના પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે તેના પરફોર્મન્સની તૈયારી કરતી અને 'ડાયમન્ડ્સ' ગીતનું રિહર્સલ કરતી જોવા મળે છે.

 

આ લોકપ્રિય ગીતો પર મચશે ધમાલ

મળતી માહિતી  અનુસાર રિહાના જે ગીતો પર જામનગરમાં પરફોર્મ કરવા જઈ રહી છે તેમાં 'B***h Better Have My Money', 'Birthday Cake', 'Right Now', 'Wild Thoughts', 'Stay' અને આ સિવાય પણ તેની પાસે ઘણા લોકપ્રિય ગીતો છે.

આ  પણ  વાંચો-ANANT AMBANI : જામનગરમાં સેલિબ્રિટિઝનું ઘોડાપુર, કિંગ ખાન ફેમિલી સાથે, રિહાના, સલમાન ખાન, અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા

Tags :
Adam BlackstoneambaniANANT AMBANI AND RADHIKA MERCHANT PRE-WEDDING EVENAnant Ambani weddingAnantRadhika WeddingGujarat FirstGujarati NewsJamnagarmukesh ambaniRihannaRihanna's grand stageViralVideo
Next Article