ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand Patni : Gujarat First ન્યૂઝના પત્રકાર આનંદ પટણીને શ્રદ્ધાંજલિ અપાઈ

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના (Gujarat First News) બાહોશ પત્રકાર અને સુરતના (Surat) બ્યુરો હેડ આનંદ પટણીનું (Anand Patni) છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકથી 26 ફેબ્રુઆરીના રોજ દુ:ખદ નિધન થયું હતું. આનંદ પટણીની અકાળે વિદાયથી સમગ્ર મીડિયા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું...
05:59 PM Feb 29, 2024 IST | Vipul Sen

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના (Gujarat First News) બાહોશ પત્રકાર અને સુરતના (Surat) બ્યુરો હેડ આનંદ પટણીનું (Anand Patni) છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકથી 26 ફેબ્રુઆરીના રોજ દુ:ખદ નિધન થયું હતું. આનંદ પટણીની અકાળે વિદાયથી સમગ્ર મીડિયા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે સુરત ખાતે આનંદ પટણીની ભાવભીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં પત્રકારો ઉપરાંત શહેરના સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ અને સામાજિક, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતમાં મીડિયા પરિવાર દ્વારા સ્વ. આનંદ પટણીનું બેસણું રાખવામાં આવ્યું હતું.

ગુજરાતી પત્રકારત્વનું ખમીર એવા સ્વ. આનંદ પટણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ આવ્યા હતા. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ (Darshanaben Jardosh), સુરતના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખે પણ હાજરી પુરાવી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. સુરત શહેર સહિત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) પત્રકારો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સ્વ. આનંદ પટણીના પરિજનોને સાંત્વના પાઠવી હતી.

આનંદભાઈને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો

જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટના પત્રકાર આનંદ પટણી છેલ્લા કેટલાક સમયથી સુરત (Surat) માં પોતાની સેવા આપી રહ્યા હતા. સોમવારની સાંજ સુધી તો આનંદભાઈ ફિલ્ડમાં રહીને કામ કરી રહ્યા હતા અને અચાનક જ છાતીમાં દુખાવો (Chest Pain) ચાલુ થયો. તત્કાલ તેમને હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલ (Hospital) પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને સિવિયર હાર્ટ એટેક (Heart Attack) આવ્યો છે. ફરજ પરના તબીબોએ અથાગ પ્રયાસ કર્યા પરંતુ આનંદભાઈને બચાવી ન શક્યા અને ગુજરાતી પત્રકારત્વએ એક બાહોશ પત્રકાર (Brilliant Journalist) ને ગુમાવ્યા.

ગુજરાતી પત્રકારત્વને મોટી ખોટ

બાહોશ પત્રકાર આનંદભાઈની વસમી વિદાયથી ગુજરાત ફર્સ્ટ પરિવારને (Gujarat First family) કારમો આઘાત લાગ્યો છે. આ દુઃખની આ ઘડીમાં ગુજરાત ફર્સ્ટ પરિવાર આનંદભાઈના પરિવાર (Anandbhai’s family) સાથે છે. તેમની આ વિદાયથી ન માત્ર ગુજરાત ફર્સ્ટ પરિવાર (Gujarat First family) પરંતુ સમગ્ર ગુજરાતી પત્રકારત્વને (Gujarati journalism) તેમની મોટી ખોટ વર્તાઈ રહી છે.

 

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટના બાહોશ પત્રકાર Anand Patani અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વને જીવ્યા

Tags :
Anand PatniCity BJP PresidentDarshanaben JardoshGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsheart-attackSouth GujaratSuratSurat Mayor
Next Article