Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : 'મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો'! કારચાલકે Gujarat First ને જણાવી આપવીતી

Anand : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પર કારસવાર દંપતિ સાથે લક્ઝરીમાંથી ઉતરેલા ગુંડાઓએ ગાળાગાળી સાથે દાદાગીરી કરી હોવાની ઘટનામાં સાચી માહિતી મેળવવા માટે ગુજરાત ફર્સ્ટ ભોગ બનનારા દંપતિ સુધી પહોંચ્યું હતું. કારચાલક સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) કરેલી...
anand    મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો   કારચાલકે gujarat first ને જણાવી આપવીતી

Anand : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પર કારસવાર દંપતિ સાથે લક્ઝરીમાંથી ઉતરેલા ગુંડાઓએ ગાળાગાળી સાથે દાદાગીરી કરી હોવાની ઘટનામાં સાચી માહિતી મેળવવા માટે ગુજરાત ફર્સ્ટ ભોગ બનનારા દંપતિ સુધી પહોંચ્યું હતું. કારચાલક સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) કરેલી વાતચીત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. કારચાલકે પોલીસની મદદના નામે પોતાને થયેલ કડવો અનુભવ ગુજરાત ફર્સ્ટને જણાવ્યો હતો.

Advertisement

લક્ઝરી બસનો ડ્રાઇવર રફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો : કારચાલક

ભોગ બનનારા કારચાલકે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે, 15 જૂને રાત્રે 11 વાગ્યાની આ ઘટના છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી હું અને મારી પત્ની અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન, મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) પાસિંગવાળી લક્ઝરી બસનો ડ્રાઇવર રફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કેટલીક ગાડીઓ સાથે તે અકસ્માત સર્જતા પણ બચી ગયો હતો. મારી પત્ની પ્રેગ્નેન્ટ હતી એટલે તેણે કહ્યું કે કાર ધીમી કરો. અમે બસચાલકને આગળ જવા દીધો અને કાર રોકી હતી. મારી પત્ની વીડિયો કોલ પર વાત કરી રહી હતી. થોડા સમય પછી મેં ફરી ડ્રાઈવિંગ શરૂ કર્યુ હતું. દરમિયાન, બસને ઓવરટેક કરવા ગયા તો અમને આગળ જવા ન દીધા.

Advertisement

બસ ડ્રાઇવર અને તેના સાગરિતો લાકડી-ડંડા લઈને ઉતર્યા હતા

કારચાલકે આપવીતી જણાવતા આગળ કહ્યું કે, ત્યારબાદ મે પત્નીને વીડિયો રેકોર્ડ કરવા જણાવ્યું હતું. બસનાં કંડક્ટરનું ધ્યાન ગયું કે અમે વીડિયો રેકોર્ડ કરીએ છીએ એટલે ત્યાર પછી તે લોકોએ અમારી કાર આગળ બસને રોકી હતી અને નીચે ઉતરીને ગુંડાગીરી કરી હતી. લકઝરી ચાલક અને તેના સાગરિતો લાકડી-ડંડા લઈને ઉતર્યા હતા. તેમણે અમારી સાથે ગાળાગાળી કરી ધમકી આપી હતી. દરમિયાન, મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અમે ઈમરજન્સી નંબર 100 પર કોલ પણ કર્યો હતો. પોલીસે અમને કહ્યું કે, આણંદ (Anand) અને નડિયાદ (Nadiad) પોલીસને જાણ કરી છે. ત્યારબાદ અમે નડિયાદ ગયા જ્યાં PCR વાન ઊભી હતી. અમે PCR વાનમાં કોન્સ્ટેબલને પણ જણાવ્યું હતું પરંતુ અમને કોઈ મદદ ન કરી.

Advertisement

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસની કાર્યવાહી

જણાવી દઈએ કે, 15 જૂનની રાતે થયેલ આ ઘટનામાં આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલ બાદ જિલ્લા પોલીસ વિભાગ સક્રિય થયો છે અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સરકાર તરફથી હેડ કોસ્ટેબલે ગુનો દાખલ કરાવ્યો છે. માહિતી મુજબ, પોલીસે હુમલો કરવો અને ડરાવવા ધમકાવવા સહિતની કલમો ઉમેરી છે. લક્ઝરીનાં નંબર પરથી માલિક, ચાલક અને તોફાની શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જો કે, આ ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. ઘટના સમયે પીડિત દંપતિને પોલીસ તરફથી ત્વરિત અને યોગ્ય મદદ ન મળ્યા હોવાનો આરોપ થયા છે.

ઘટનાનાં 10 દિવસ બાદ FIR નોંધાઈ

જણાવી દઈએ કે, 15 જૂનની મધરાતે એક્સપ્રેસ હાઇવ (Ahmedabad-Vadodara Express Highway) પર બનેલી ઘટનાને લઈને પોલીસે 10 દિવસ બાદ ગુનો નોંધ્યો છે. આણંદ (Anand) જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં (Vasad police station) કોન્સ્ટેબલ મયુરસિંહ, અર્જુનસિંહે સરકાર તરફે ફરાર લકઝરી બસચાલક સહિતના લોકો સામે IPC 427 અને GP એક્ટ 135 કલમ હેઠળ ગુનો નોંદ્યો છે. નરેશ ડાંગી, કાલુલાલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસ તેમની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો - VADODARA : વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું

આ પણ વાંચો - GUJARAT FIRST નું સરકારી શાળામાં REALITY CHECK, જર્જરિત ઇમારત અને વિધાર્થીઓમાં જ્ઞાનનો અભાવ ચિંતાનો વિષય!

Tags :
Advertisement

.