Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amit Shah : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આવતીકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દરમિયાન, તેઓ અમદાવાદમાં ઔડા અને AMC ના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. માહિતી મુજબ, અમિત શાહના...
04:00 PM Feb 11, 2024 IST | Vipul Sen
Amit Shah will come to Rajkot

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આવતીકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દરમિયાન, તેઓ અમદાવાદમાં ઔડા અને AMC ના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. માહિતી મુજબ, અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત થશે. માહિતી મુજબ, તેઓ રામદેવ પીર ટેકરા ખાતે રૂ. 444 કરોડના ખર્ચે તૈયાર કરેલા 588 આવાસનું લોકાર્પણ કરશે. ગાંધીનગર પ્રીમિયર લીગનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી ઉદઘાટન કરશે. અહીં જાણો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વિવિધ કાર્યક્રમોની સંપૂર્ણ વિગત...

1. AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

સમય : સવારે 10:00 કલાકે

♦ અર્બન હેલ્થ સેન્ટર, દિવ્ય જ્યોત સ્કૂલ પાસે, થલતેજ, અમદાવાદ

2. ઝુંપડપટ્ટી પુર્નવસન યોજના અંતર્ગત AMC દ્વારા નવનિર્મિત EWS 588 આવાસોના લોકાર્પણ

સમય: સવારે 10:30 કલાકે

♦ રામાપીરના ટેકરા, જૂના વાડજ, અમદાવાદ

3. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળાનું લોકાર્પણ

સમય: સવારે 10-45 કલાકે

• વાડજ ગુજરાતી શાળા નં.2, જૂના વાડજ બસ રહેન્ડ પાછળ, અમદાવાદ

4. સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરીરૂપ "સ્વપ્રકાશચંદ્ર પાઠક માર્ગ" ના નામાભિધરણનો કાર્યક્રમ

સમય : સવારે 11:00 કલાકે

♦ સ્વસ્તિક સ્કૂલ, નવા વાડજ, અમદાવાદ

5. અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જાહેરસભા

સમય : સવારે 11:15 કલાકે

• મિચી ગ્રાઉન્ડ, નિર્ણયનગર અંડરપાસ પાસે, નવા વાડજ અમદાવાદ

6. નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેતલપુર, અમદાવાદના ઉદઘાટન

સમય : બપોરે 2:00 કલાકે

• MP, પંડલ હાઈસ્કૂલ, જેતલપુર, અમદાવાદ

7. ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં

સમય : સાંજે 4:30 કલાકે

• SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પરસ્ટ, છારોડી, અમદાવાદ

 

આ પણ વાંચો - સૂરત : મજુરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો બૃહદ સંપર્ક કાર્યક્રમ, PM આવાસના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

Tags :
AhmedabadAMCAmit ShahAmit Shah in GujaratBJPGujarat FirstGujarati NewsJuna VadajUnion Home and Cooperation Minister Amit Shah
Next Article