Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambani Family : મુકેશ અંબાણીએ કહ્યું-આ છે પરિવાના અસલી DON..!

Ambani Family : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ( Anant Radhika Pre Wedding)ફંક્શન્સ 3 માર્ચ સુધી યોજાયું હતું જેમાં આ ફંક્શનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ડોન ફિલ્મની ધૂન પર ગોગલ્સ...
08:44 AM Mar 04, 2024 IST | Hiren Dave
Mukesh Ambani

Ambani Family : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ( Anant Radhika Pre Wedding)ફંક્શન્સ 3 માર્ચ સુધી યોજાયું હતું જેમાં આ ફંક્શનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ડોન ફિલ્મની ધૂન પર ગોગલ્સ પહેરીને બેઠા છે અને તે પછી નીતા અંબાણી (Nita Ambani )આવે છે અને કહે છે 'મુકેશ, ચાલો અનંતના સંગીત પર જઈએ. આ પછી બધાને ખબર પડે છે કે 'નીતા અંબાણી અંબાણી પરિવાર (Ambani Family) ની સૌથી મોટી બોસ છે. અંબાણી પોતે વીડિયોમાં કહે છે, 'અમારા જીવનમાં એક જ હતું અને હંમેશા એક જ રહેશે. આ વીડિયોને ફંક્શન દરમિયાન મોટી સ્ક્રીન પર પણ બતાવવામાં આવ્યો હતો.

 

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીના ત્રીજા દિવસે જે વીડિયો સામે આવ્યા છે તેમાં અંબાણી પરિવારથી લઈને મહેમાનો સુધીના દરેક લોકો પરંપરાગત પોશાક પહેરેલા જોઈ શકાય છે. રાધિકા મર્ચન્ટે મહા આરતીમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી. મહેમાનોએ રાધિકા મર્ચન્ટનું આરતી કરીને સ્વાગત કર્યું હતું.

વીડિયોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, શ્લોકા મહેતા અને ઈશા પીરામલ રાધિકા મર્ચન્ટનું સ્વાગત કરતા જોઈ શકાય છે. આ પછી રાધિકાએ ‘દેખા તેનુ પહલી પહલી બાર’ ગીત પર ડાન્સ કરતી સ્ટેજ પર ગઈ જ્યાં અનંત તેની રાહ જોઈ રહ્યો હતો.

જ્હાન્વી કપૂરે મહા આરતી માટે પીચ કલરની સાડી પહેરી હતી. તેની બહેન ખુશી તેની સાથે બનારસી સાડીમાં જોવા મળી હતી. જ્હાન્વી કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિકર પહાડિયા અને અભિનેતા વેદાંત રૈના સાથે ઇવેન્ટમાં પ્રવેશતી જોવા મળી હતી.

કિયારા અડવાણીએ પણ મહા આરતી માટે સાડી પહેરી હતી. અભિનેત્રી ગોલ્ડન સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે ફંક્શન દરમિયાન શ્લોકા મહેતા સાથે પોઝ આપતી જોવા મળી હતી.મહા આરતી દરમિયાન મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ પણ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમણે બ્લેક શેરવાની પહેરી હતી, ત્યારે તેમની પત્ની સાડીમાં જોવા મળી હતી.

આ  પણ  વાંચો  -ANANT RADHIKA PRE WEDDING : શાહરૂખ ખાને અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ગૌરી સાથે કર્યો ડાન્સ, જુઓ VIDEO

 

 

Tags :
ambaniAnant AmbaniAnantAmbanCelebrationDonGujaratIndiaIndian businessmanJamnagarmukesh ambaniMukeshAmbaninita ambaniNitaAmbanipre weddingRadhikaMerchant
Next Article