Ambaji Temple News: અંબાજી મંદિરમાં અન્નકુટ આવ્યો ધરાવવામાં, ભક્તોની ભારે ભીડ ઉમટી
Ambaji Temple News: ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર છે. તે ઉપરાંત અંબાજીને ગુજરાતનું ગોલ્ડન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. તેથી દેશ અને વિદેશના અસંખ્ય લોકો મંદિરના દર્શન કરવામાં માટે આવતા હોય છે. તે સહિત વિવિધ તહેવારોમાં અને ધાર્મિક પ્રસંગે ભક્તો દ્વારા અસંખ્ય દાનધર્મ કરવામાં આવતું હોય છે.
- ભક્ત દ્વારા 56 પ્રકારની મીઠાઈ ધરવામાં આવી
- બપોરે અન્નકુડની આરતી કરવામાં આવી
- રોજિંદા દિવસે પણ ભક્તોની ભારે ભીડ
ભક્ત દ્વારા 56 પ્રકારની મીઠાઈ ધરવામાં આવી

Ambaji Temple News
અંબાજીમાં ભક્તો દ્રારા અન્નકુટ ધરાવવામાં આવે છે. આ અન્નકુટ બપોરે માતાજીના ગર્ભગૃહમા ધરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્નકુટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે શનિવારે અમદાવાદના ભક્ત રાકેશ ભાઈ શાહ દ્વારા 56 અલગઅલગ પ્રકારની મીઠાઈઓ મા અંબાને ધરાવવામાં આવી હતી.
બપોરે અન્નકુડની આરતી કરવામાં આવી
બપોરે 12 વાગે રાજભોગ માતાજીને ધરાવ્યા બાદ અન્નકુટ આરતી કરવામાં આવી હતી. તે સહિત ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા હતા અને અન્નકુટ સહિત માતાજીનાં દર્શન કર્યા હતા.
રોજિંદા દિવસે પણ ભક્તોની ભારે ભીડ
વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તો સૌથી વધુ પુનમ, આઠમ અને રવિવારે દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ હવે તો ભક્તો રોજેરોજ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. તો અંબાજી ખાતે અન્નકુટ આરતી અને મંદીરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો: Junagadh custodial death: પોલીસ સ્ટેશનમાં આરોપીનું થયું મોત, જૂનાગઢ પોલીસ વિવાદોથી ઘેરાઈ