Ambaji Temple Chaitra Navratri: પાંચમાં નોરતે અંબાજી મંદિરમાં થતી મંગળા આરતીમાં ભાવિ ભક્તો જોડાયા
Ambaji Temple Chaitra Navratri: 9 એપ્રિલથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા.
- અંબાજીમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન બે આરતી કરવામાં આવે
- સમગ્ર મંદિર પરિસર માની ભક્તિથી ગુંજી ઉઠ્યું
- બીજા નોરતાથી આઠમ સુધી બે મંગળા આરતી થાય છે

Ambaji Temple Chaitra Navratri
ચૈત્રી નવરાત્રીના 5માં દિવસે પણ ભકતો વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતીમાં જોડાયા હતા. લાંબી લાંબી લાઈનો મંદિરમાં જોવા મળી હતી.અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજના સમયે અંબાજી મંદિરનો નજારો સુંદર જોવા મળ્યો હતો. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળ્યા હતા.
સમગ્ર મંદિર પરિસર માની ભક્તિથી ગુંજી ઉઠ્યું
ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ-અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર માની ભક્તિથી ગુંજી ઉઠતુ હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ-અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવી છે. જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે.
બીજા નોરતાથી આઠમ સુધી બે મંગળા આરતી થાય છે
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરમાં વહેલી સવારે બીજથી આઠમ સુધી બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જ્યારે બીજી આરતી ઘટસ્થાપન કર્યું તે જગ્યા ઉપર જવેરાની આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર પણ આરતીમાં જોડાયા હતા.
અહેવાલ શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો: Loksabha election 2024: દૂધની થેલી પર મતદાન જાગૃતિ સંદેશ
આ પણ વાંચો: Ambaji Chaitra Navratri: સુરતના શાસ્ત્રીજીના કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
આ પણ વાંચો: VADODARA : દિવ્યાંગ બાળકોએ મતદાન જાગૃતિનો આપ્યો રંગબેરંગી સંદેશ