Ambaji Railway Blast: રેલવે પ્રોજેક્ટની ઘોર બેદરકારી, બ્લાસ્ટમાં ઉડેલા પથ્થરો લોકોના....
Ambaji Railway Blast: યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલ્વે કામગીરી શરૂ કરાઈ છે. આ પગલે રેલ્વે વિભાગ દ્વારા અંબાજીથી લઇને અલગ અલગ ગામોમાં રેલ્વે ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે અંબાજીથી અંદાજે 30 કીમી દૂર મંડાલી પાસેના હાથીપગલા ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા હાથી પગલાં ગામનાં લોકો ભાગતા અને જીવ બજાવતા જોવા મળ્યા હતા.
રેલવે કામગીરીમાં બ્લાસ્ટ કરતા લોકોને ઘરને નુકસાન થયું
ચાર બ્લાસ્ટિંગમાં પથ્થરો ન ઉડયા છેલ્લા બ્લાસ્ટિંગમાં ઉડ્યા
વિડીયો વાયરલ થતા જિલ્લા કલેકટરે નિવેદન આપ્યું
હાલમા આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી એમ.કે સી કંપની દ્વારા ઝડપી ચાલી રહી છે. ત્યારે હાથી પગલાં ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા પત્થરો ગામ સુધી પડ્યા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. ગામનાં સરપંચ અને ગ્રામજનો દ્વારા સ્થળ પર દોડી આવી રજૂઆત કરતા કામ કરતી એજન્સી દ્વારા વળતરની માંગણી સ્વીકારી હતી.
આ પણ વાંચો: Kshatriya Community Protest Update: કોંગ્રેસ નેતા મેવાણીએ રાજપૂતાણીઓને વિરોધનો નવો રસ્તો બતાવ્યો!
ચાર બ્લાસ્ટિંગમાં પથ્થરો ન ઉડયા છેલ્લા બ્લાસ્ટિંગમાં ઉડ્યા
આ બાબતે માલારામ ચૌધરી, એમ.કે સી કંપની, સુપર વાઈઝર રેલ્વેએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે અમે બ્લાસ્ટિંગ કર્યું હતું, ત્યારે પથ્થરો ઘર સુધી ગયા ન હતા. પરંતુ આજરોજ કરેલા બ્લાસ્ટિંગના પગલે પથ્થરો ગ્રામજનો ઘર સુધી ગયા હતા. એક બે ઘરોને નુકસાન પણ થયું છે, જેનું વળતણ અમારી કંપની આપવા માટે બંધાયેલી છે.
આ પણ વાંચો: Surat BJP Program: 7 મે પહેલા સુરતમાં 200 લોકોએ કેસરિયો ધારણ કર્યો, C R Patil એ કહ્યું….
વિડીયો વાયરલ થતા જિલ્લા કલેકટરે નિવેદન આપ્યું
હાથી પગલા ગામે કેન્દ્ર સરકાર હસ્તકનો રેલવે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે,જેના પગલે બ્લાસ્ટિંગ વાળો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરણવાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને કોઈ જાનહાની થઈ નથી અને સ્થિતિ કાબુમાં છે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો: Chhotaudepur Election Awareness: આદિવાસી વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે પ્રાચીન પરંપરાનો સહારો લેવાયો