Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hadad village : ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલે ધોરણ-3 નાં બાળકને લાકડી વડે માર્યો માર

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી Hadad village : શોટી વાગે છમ છમ વિદ્યા આવે ધમધમ, આ કહેવત હાલમાં તો દાંતા તાલુકાના હડાદ ગામમાં (Hadad village)જોવા મળી રહી છે. હડાદ ગામમાં આવેલી ઇંગ્લીશ મીડીયમ શાળા મા પોશીના ગામના શરીફભાઈ કુરેશીના 4 બાળકો ભણવા...
hadad village   ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલે ધોરણ 3 નાં બાળકને લાકડી વડે માર્યો માર

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

Advertisement

Hadad village : શોટી વાગે છમ છમ વિદ્યા આવે ધમધમ, આ કહેવત હાલમાં તો દાંતા તાલુકાના હડાદ ગામમાં (Hadad village)જોવા મળી રહી છે. હડાદ ગામમાં આવેલી ઇંગ્લીશ મીડીયમ શાળા મા પોશીના ગામના શરીફભાઈ કુરેશીના 4 બાળકો ભણવા માટે આવે છે. શરીફ ભાઈના જણાવ્યા અનુસાર બુધવારના રોજ તેમનો નવ વર્ષનો દીકરો જે ધોરણ ત્રણમાં ભણે છે તે હોમવર્ક કરતી વખતે ભૂલથી પ્રિન્સિપાલ મેડમના મોબાઇલમાં મેસેજ સેન્ડ કરેલ હતો,ત્યારબાદ પ્રિન્સિપલ મેડમ દ્વારા બાળકના પિતાને જાણ કરાઇ હતી,ત્યારબાદ બાળકના પિતાએ માફી માંગી હતી. શરીફ ભાઈના જણાવ્યા અનુસાર જ્યારે તેમનો દીકરો ગુરુવારે સવારે 10:30 વાગે સ્કૂલમાં આવ્યો, ત્યારે પેનીઅલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ લીના મેડમ દ્વારા ગઈકાલની દાઝ કાઢીને બાળકને લાકડી વડે મૂઢમાર મારવામાં આવ્યો હતો.

Image preview

Advertisement

બાળક જ્યારે આજે શાળાથી બપોર બાદ ઘરે પહોંચયો ત્યારે ભારે ડરી ગયેલો અને ગંભીર હાલતમાં જણાતા બાળકના પિતા અને માતા દ્વારા પૂછવામાં આવતા બાળકે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે મને પ્રિન્સિપાલ (Principal) લીના મેડમ દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને મેસેજને લઇને મને માર્યો હતો. ઇંગ્લીશ મીડીયમ શાળાના પ્રિન્સિપાલ દ્વારા એટલો બધો મૂઢ માર મારવામાં આવ્યો હતો કે બાળકના શરીરે ગુદાના ભાગ ઉપર ,પગના ભાગ ઉપર અને હાથના ભાગ ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને શરીર લાલ થઈ ગયું હતું. જ્યારે બાળકને હડાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બાળકનાં મોઢા માંથી લોહી પણ નીકળી ગયું હતુ.

Image preview

Advertisement

બાળકના પિતા શરીફભાઈ કુરેશી દ્વારા બાળકને કેમ મારવામાં આવ્યો છે તે બાબતે પ્રિન્સિપાલ ને ફોન કરવામાં ત્યારે પ્રિન્સિપાલ દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો નહીં ત્યારે શરીફ ભાઈ તેમના પત્ની અને બાળકને લઈને સ્કૂલમાં આવ્યા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા પણ સંતોષકારક જવાબ ન મળતા શરીફભાઈ તેમના દીકરાને સારવાર માટે હડાદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ કરવા લઈ ગયા હતા.

Image preview

હડાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકના માતા પિતાએ જણાવ્યું હતું કે આવી શાળા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રિન્સિપાલ સામે પણ કાર્યવાહી થાય.

આ  પણ  વાંચો  - Chip Plant : ગુજરાતમાં બે અને આસામમાં એક સેમિકન્ડક્ટરના પ્લાન્ટની કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી

Tags :
Advertisement

.