Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા

Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. Ambaji મંદિર ઊપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન...
ambaji   મંદિરમાં પોષી પૂનમની ઉજવણી  વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા

Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. Ambaji મંદિર ઊપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહત્વ છે. આ દિવસને માં અંબાના પ્રાગટ્ય દિવસ થી પણ ઓળખવામા આવે છે. બુધવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

Advertisement

Ambaji મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. અંબાજી મંદિરમાં પૂનમની આરતી નો અનેરૂ મહત્વ હોય છે,ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દૂરદૂરથી આરતી ભરવા આવતા હોય છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.આજે સવારે 8 વાગે ગબ્બર પર્વત ઉપર થી માં અંબાની અખંડ જયોત લાવીને શક્તિદ્વાર પર માં અંબાની મહાઆરતી કર્યા બાદ માં અંબા હાથી ઊપર સવાર થઈને અંબાજી નગરની પરીક્રમા કરશે.અંબાજી મંદિરમાં શાકભાજી નો અન્નકુટ અને 56 ભોગની મીઠાઈનો અન્નકુટ પણ યોજાશે.

Advertisement

આજે શાકંભરી નવરાત્રી પુર્ણ

Advertisement

પોષ મહિનામાં આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રી નો અનેરુ મહત્વ હોય છે, જેમાં મા અંબાને શાકભાજીનો શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં માં લખેલા ફૂલોના શણગારને જોઈને ભક્તો માની આરાધના કરતા જોવા મળ્યા.

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો - Morbi : 7 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારા નરાધમને 20 વર્ષની આકરી કેદ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Rajkot : RTO માં આ નંબર પ્લેટ માટે રૂ. 1 કરોડની બોલી લાગી! 10 નંબરો માટે રૂ. 1.34 કરોડની બોલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.