Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : સાતમાં નોરતે પણ માઈભક્તોનું ઘોડાપુર, રંગબેરંગી લાઇટોથી મંદિર જગમગી ઊઠ્યું

દેશભરમાં 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો 'બોલ મારી અંબે જય જય અંબે' ના નાદ સાથે માતાજીની...
ambaji   સાતમાં નોરતે પણ માઈભક્તોનું ઘોડાપુર  રંગબેરંગી લાઇટોથી મંદિર જગમગી ઊઠ્યું

દેશભરમાં 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો 'બોલ મારી અંબે જય જય અંબે' ના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રીના સાતમાં નોરતે પણ ભકતો વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતીમાં (Mangala Aarti) જોડાયા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી.

Advertisement

ચાચર ચોકમાં સાંજનો અનોખો નજારો

રંગબેરંગી લાઇટોથી મંદિરને અદ્ભુત શણગાર

ચૈત્રી નવરાત્રિમાં અંબાજીમાં દૈનિક ધોરણે માઈભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સાતમાં નોરતે પણ વહેલી સવારથી મંદિરમાં માઈભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. મંગળા આરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જણાવી દઈએ કે, અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રી (Chaitri Navratri) દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે, સાંજના સમયે રંગબેરંગી લાઈટોના શણગારથી અંબાજી મંદિરનો નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir Trust) દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક (Chachar Chowk) સુધી અલગ-અલગ પ્રકારની રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે, જેનાથી મંદિર ખૂબ જ સુંદર લાગે છે. મંદિરનાં ચાચર ચોકમાં ભક્તો બેસીને માતાજીની ભક્તિ અને આરાધના કરતા જોવા મળે છે.

Advertisement

બીજા નોરતાથી આઠમ સુધી બે મંગળા આરતી

બીજા નોરતાથી આઠમ સુધી બે મંગળા આરતી

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે નવરાત્રી પર્વમાં અંબાજી (Ambaji) મંદિરમાં વહેલી સવારે બીજથી આઠમ સુધી બે મંગળા આરતી (Mangala Aarti) કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જ્યારે બીજી આરતી ઘટસ્થાપન કર્યું તે જગ્યા પર જવેરાની ભટ્ટજી મહારાજ (Bhattji Maharaj) દ્વારા કરવામાં આવે છે. અંબાજી મંદિરના વહીવટદાર અને મંદિર ઇન્સ્પેક્ટર પણ આરતીમાં જોડાયા હતા. આજે, સોમવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજી મંદિરમાં જોવા મળી હતી. અખંડ ઘૂન મંડળ દ્વારા અંબાજી મંદિરમાં સતત 24 કલાક ધૂન પણ ચાલી રહી છે.

Advertisement

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

આ પણ વાંચો - CHAITRA NAVRATRI: ચૈત્ર નવરાત્રીનો આજે સાતમો દિવસ,આ મુહૂર્તમાં કરો મા કાલરાત્રિની પુજા

આ પણ વાંચો - Ambaji Temple Chaitra Navratri: પાંચમાં નોરતે અંબાજી મંદિરમાં થતી મંગળા આરતીમાં ભાવિ ભક્તો જોડાયા

આ પણ વાંચો - Chaitri Navratri : છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ, પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર

Tags :
Advertisement

.