ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji Chaitra Navratri Day 8: આઠમા નોરતે મંદિરમાં નવચંડી અને શતચંડી યજ્ઞ 25 મહારાજાઓએ કર્યું

Ambaji Chaitra Navratri Day 8: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji Temple) તરીકે જાણીતું છે. હાલમાં ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) પર્વ દરમિયાન પ્રથમ દિવસે ઘટ સ્થાપના વિધી કરવામાં આવી હતી. બીજા નોરતાથી આઠમ સુધી (Chaitra Navratri)...
08:31 PM Apr 16, 2024 IST | Aviraj Bagda
Ambaji Chaitra Navratri Day 8, Ambaji Temple, Devotee

Ambaji Chaitra Navratri Day 8: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji Temple) તરીકે જાણીતું છે. હાલમાં ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) પર્વ દરમિયાન પ્રથમ દિવસે ઘટ સ્થાપના વિધી કરવામાં આવી હતી. બીજા નોરતાથી આઠમ સુધી (Chaitra Navratri) રોજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે આઠમ નોરતે (Chaitra Navratri) 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. ઘણા ભક્તો ધજા અને સંઘ લઈને આવ્યા હતા. અંબાજી મંદિર (Ambaji Temple) ને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આજે અંબાજી મંદિર (Ambaji Temple) ની હવનશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરે જવેરા ઉત્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામા આવી હતી.

મંદિરના ચોકમાં 25 સાધુઓ મળીને હવન કર્યું

તે ઉપરાંત આઠમાં નોરતે (Chaitra Navratri) અંબાજી મંદિર (Ambaji Temple) ની હવનશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન સાથે-સાથે અન્ય ભક્ત દ્વારા ચાચર ચોકમાં આવેલાં હવનકુંડમાં શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં 10,000 આહુતિ અપાઈ હતી. વધુમાં 100 પાઠ ચંડીપાઠના અને 10 પાઠનો હવન કરાયો હતો. આ હવન 25 થી વધુ મહારાજાઓએ કર્યો હતો. અંબાજી મંદિર (Ambaji Temple) માં બપોરે જવેરાની વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ જવેરા માતાજીને ધરાવવામાં આવ્યા હતા.

આઠમના હવનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

ચૈત્રી નવરાત્રી (Chaitra Navratri) માં આઠમના હવનનો વધારે મહત્વ હોય છે. ત્યારે અંબાજી મંદિર (Ambaji Temple) ની હવન શાળામાં મંદિરનો આઠમનો હવન શરૂ થયો હતો, તો બીજી તરફ ગોધાવીના ભક્ત દ્વારા ચાચર ચોકમાં નૃત્ય મંડપ પાસે સતચંડી યજ્ઞ શરૂ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. જવેરા વિધિમાં ભરતભાઈ પાધ્યા, ભટ્ટજી મહારાજ, અંબાજી મંદિર, કૌશિક મોદી, વહીવટદાર, અંબાજી મંદિર સહિત મંદિર સ્ટાફ સહિત લોકો જોડાયા હતા.

અહેવાલ શક્તિસિંહ રાજપૂત

આ પણ વાંચો: Chhotaudepur Collector: કલેક્ટરે જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે સઘન ઝુંબેશ ચાલુ કરી

આ પણ વાંચો: Daman Diu : ફોર્મ ભરવા ગયેલા અપક્ષ ઉમેદવારે સૌને ચોંકાવ્યા…!

આ પણ વાંચો: Know Your Candidate: આ APP પર મળશે તમારા વિસ્તારના ઉમેદવારની A to Z માહિતી

Tags :
Ambaji Chaitra NavratriAmbaji DevoteeAmbaji TempleCHAITRA NAVRATRIDevoteeGujaratGujaratFirst
Next Article