ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ambaji Chaitra Navratri: સુરતના શાસ્ત્રીજીના કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Ambaji Chaitra Navratri: હાલમાં ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીની અખંડ ધૂન ચાલી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા સતત 9 દિવસ સુધી યજ્ઞ પણ ચાલી રહ્યો છે,...
03:26 PM Apr 13, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Ambaji Chaitra Navratri

Ambaji Chaitra Navratri: હાલમાં ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીની અખંડ ધૂન ચાલી રહી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા સતત 9 દિવસ સુધી યજ્ઞ પણ ચાલી રહ્યો છે, ત્યારે દાંતા રોડ ઉપર આવેલી અગ્રવાલ વાટિકામાં શ્રીમદ ભાગવત (મોક્ષ જ્ઞાનગંગા) 15 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા થી સાંજ ના 7 સુધી અંબાજી ખાતે ચાલી રહી છે.

Ambaji Chaitra Navratri

ચૈત્રી નવરાત્રી પર્વ માતાજીની આરાધનાનો પર્વ કહેવાય છે. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં માતાજીના દર્શન કરવા અને માતાજીના પાઠ કરવા માટે આવતા હોય છે. પરંતુ માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી ખાતે જે ભાગવત સપ્તાહ ચાલી રહી છે.

પ્રથમ દિવસે પોથીયાત્રા યોજાઇ હતી

તેમાં બપોરના સમયે સુરતના શ્રી વિજયભાઈ શાસ્ત્રી (આંતરરાષ્ટ્રીય ભગવતાચાર્ય) બપોરે 3 થી 7 વાગ્યા સુધી ભક્તોને પ્રવચન આપી રહ્યા છે. પ્રથમ દિવસે પોથીયાત્રા યોજાઇ હતી. રોજ અલગ અલગ દિવસે અહીં અલગ અલગ કાર્યક્રમો યોજાય છે.

Ambaji Chaitra Navratri

સાધુ-સંતો સાથે ભક્તોએ હાજરી આપી

જેમાં શ્રીકૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર અને ગોવર્ધન લીલા સહિતના મંગલકારી પ્રસંગો યોજાઈ રહ્યા છે. સુરતથી ચિરાગભાઈ શાસ્ત્રી, સંજયભાઈ શાસ્ત્રી સહિત ઘણા યજમાન પણ કથામાં જોડાયા છે. તેની સાથે-સાથે અંબાજીના ભક્તો પણ મોટી સંખ્યામાં કથામાં હાજરી આપવા આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad BJP Program: BJP મહિલા મોરચા સંમેલનમાં AMC ટ્રકની ટક્કર

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

આ પણ વાંચો: Financial Company Fraud: ઉંચા વ્યાજદરે પૈસા પરત આપવાને બહાને કંપનીએ કુલ 7 કરોડનું કર્યું કૌભાંડ

Tags :
AmbajiAmbaji Chaitra NavratriAmbaji DevoteeCHAITRA NAVRATRIDevoteeGujaratGujaratFirstsaintSurat