Allen Institute : લાખોની ફી વસૂલતા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ! Gujarat First એ દર્શાવી વિદ્યાર્થીઓની વેદના
અમદાવાદની (Ahmedabad) એલેન ઇન્સ્સ્ટિટ્યૂટ (Allen Institute) કે જ્યાં પોતાના બાળકોને સારો અભ્યાસ મળે તે માટે વાલીઓ લાખો રૂપિયાની ફી ચૂકવતા હોય છે. ત્યારે ઇન્સ્સ્ટિટ્યૂટના સંચાલકો વિદ્યાર્થીઓના આરોગ્યની બાબતમાં બેદરકારી દાખવતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે, ગઈકાલે શીલજ (shilaj) વિસ્તારમાં આવેલ એલેન ઇન્સ્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ખોરાકમાંથી ગરોળી (Lizards) અને વંદા (cockroaches) નીકળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે, હવે આ મામલે એલેન ઇન્સ્ટિટયૂટના કેટલાક વિદ્યાર્થીઓ ખુલીને મીડિયા સમક્ષ આવ્યા છે અને ગુજરાત ફર્સ્ટને ચોંકાવનારી માહિતી આપી છે.
વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટને જણાવી આપવીતી
અમદાવાદના શીલજ વિસ્તારમાં એલેન ઇન્સ્સ્ટિટ્યૂટની (Allen Institute) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાંથી ગરોળી અને વંદો નીકળ્યો હોવાના દાવા સાથે ગઈકાલે રાતે વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે ઇન્સ્સ્ટિટ્યૂટના કેટલાક વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ આપવીતી જણાવી છે. વર્ષોથી હલકી ગુણવત્તાવાળું જમવાનું આપતા હોવાની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે, વારંવાર ખાવામાંથી દોરા અને જીવાત નીકળતા હોવાની ફરિયાદ કરવામાં આવતા છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ક્યારે રોટલી જાડી હોય તો ક્યારે સાવ પાતળી મળે છે. ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ સવાલ ઊભા કર્યા હતા.
વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસુલતી ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ!
એલેન ઇન્સ્ટિટ્યૂટના ખોરાકમાં ગરોળી અને વંદા નિકળતા હોવાનો દાવો
ખોરાકમાં ગરોળી અને વંદા નિકળતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
હોસ્ટેલના ખોરાકમાંથી વારંવાર જીવજંતુઓ મળી આવતા હોવાની ફરિયાદ@iDixitThakrar @KKanteliya… pic.twitter.com/AYnmOCRYdN— Gujarat First (@GujaratFirst) June 26, 2024
એલેન ઇન્સ્ટિટયૂટના હકીકત છુપાવવા ધમપછાડા!
જો કે, એલેન ઇન્સ્ટિટયૂટ (Allen Institute) દ્વારા સમગ્ર હકીકત ખુલ્લી ન પડે તે માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ કેન્ટીનમાં પ્રવેશ ન કરે તે માટે હોસ્ટેલની બહાર જ ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું છે. જો કે, ગુજરાત ફર્સ્ટે મહામહેનતે કેન્ટીન સુધી પહોંચી તમામ હકીકત ખુલ્લી પાડી હતી. જો કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હેલ્થ વિભાગ પણ સક્રિય થયું હતું અને વિભાગે એલેન હોસ્ટેલની (Allen Hostel) કેન્ટીનમાં પહોંચી દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ, ભોજનમાં જીવાત આવવાની માહિતી સામે આવતા એલેન ઇન્સ્ટિટ્યૂટની બહાર મોટી સંખ્યામાં વાલીઓએ પણ હોબાળો કર્યો હતો. આ વચ્ચે એવા પણ અહેવાલ છે કે, એલેન ઇન્સ્ટિટ્યૂટની (Allen Institute) બિલ્ડિંગ પણ ગેરકાયદેસર છે.
આ પણ વાંચો - ખોરાકમાંથી ગરોળી-વંદા નીકળતા Allen Institute ની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો!
આ પણ વાંચો - Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ? આવ્યા આ મોટા સમાચાર
આ પણ વાંચો - Dwarka : ચરસનાં બિનવારસી 40 પેકેટ મળ્યા, સુરતમાં ‘Say No To Drugs’ રેલી યોજાઈ