Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ, આ વિસ્તારનો AQI 300 પર પહોંચ્યો

અમદાવાદમાં વધી રહ્યું છે સતત હવા પ્રદુષણ અમદાવાદના રખિયાલમાં 300 ને પર AQI પહોંચ્યું અમદાવાદના નવરંગપુરામાં આજે 263 AQI પહોંચ્યું અમદાવાદના પીરાણામાં 184 AQI પહોંચ્યું અમદાવાદમાં સતત થઈ રહ્યું છે હવે પ્રદુષણમાં વધારો અમદાવાદનો ઓવરઓલ AQI 142   અમદાવાદમાં...
10:33 AM Nov 05, 2023 IST | Hiren Dave

 

અમદાવાદમાં સતત હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. શહેરના રખિયાલમાં 300ને પાર AQI સાથે નવરંગપુરામાં 263 AQI,પીરાણામાં 184 AQI થયો છે. તેમજ અમદાવાદનો ઓવરઓલ AQI 142એ પહોંચ્યું છે. શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે પણ પ્રદૂષણથી-ચેતવતા બોર્ડ જ ઠપ્પ!

 

શહેરમાં હવા પ્રદૂષણ ભયજનક રીતે વધતું જાય છે

શહેરમાં હવા પ્રદૂષણ ભયજનક રીતે વધતું જાય છે. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. ત્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે. ઠંડી અને ખાસ તો દિવાળીના આગમન સમયે જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જે જોખમી હદે વધી રહ્યું છે તેની સરખામણીમાં અમદાવાદ આમ તો સદ્ભાગી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક તો છે જ. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. આ સમયે તંત્રની જવાબદારી એ રહે છે કે, નાગરિકોને શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેનાથી સતત વાકેફ રાખે.

અમદાવાદના રખિયાલમાં 300 ને પાર AQI પહોંચ્યું

ભૂતકાળમાં ધામધૂમ સાથે શહેરમાં અનેક સ્થળે મોટા હોર્ડિંગ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દર્શાવવાની વ્યવસ્થા કરેલી. પણ જ્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે ત્યારે જ મોટાભાગના આ બોર્ડ સદંતર ઠપ્પ પડયાં છે. અમદાવાદના રખિયાલમાં 300 ને પર AQI પહોંચ્યું છે. અમદાવાદના નવરંગપુરામાં આજે 263 AQI પહોંચ્યું છે. અમદાવાદના પીરાણામાં 184 AQI પહોંચ્યું છે. અમદાવાદમાં સતત હવે પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે . અમદાવાદનો ઓવરઓલ AQI 142 છે.

 

આ  પણ  વાંચો -JUNAGADH : ડ્રગ્સ સામેની લડાઇમાં સહયોગથી પૂણ્ય મળશે : હર્ષભાઈ સંઘવી

 

Tags :
AhmedabadAir Pollutionaqiarea 300ContinuouslyGujaratincreasing
Next Article