Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHNA એ TATA Aig જનરલ ઇન્શ્યોરન્સ કંપની સામે કર્યો 1 કરોડનો બદનક્ષીનો દાવો, જાણો શું છે મામલો ?

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) દ્વારા ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને (Tata AIG General Insurance Company) નોટીસ ફટકારવામાં આવી છે. આહના વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિરેન શાહે જણાવ્યું છે કે અમદાવાદની કેટલીક હોસ્પિટલોને ટાટા એઆઇજી જનરલઇન્શ્યોરન્સ કંપની દ્વારા ડિ-લિસ્ટ...
ahna એ tata aig જનરલ ઇન્શ્યોરન્સ કંપની સામે કર્યો 1 કરોડનો બદનક્ષીનો દાવો  જાણો શું છે મામલો

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) દ્વારા ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને (Tata AIG General Insurance Company) નોટીસ ફટકારવામાં આવી છે. આહના વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિરેન શાહે જણાવ્યું છે કે અમદાવાદની કેટલીક હોસ્પિટલોને ટાટા એઆઇજી જનરલઇન્શ્યોરન્સ કંપની દ્વારા ડિ-લિસ્ટ કરીને તેમના નામ તેની વેબસાઈટ પર મુકવા બદલ, અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) દ્વારા લીગલ નોટીસ આપવામાં આવી. આ હોસ્પિટલ્સને તેમના દર્દીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની હોસ્પિટલનું નામ ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઈટ પર "ડિ-લિસ્ટ/ એક્સકલુડેડ" તરીકે મુકવામાં આવેલ છે.

Advertisement

હોસ્પિટલોને "ડિલિસ્ટ/ એક્સકલુડેડ" માં મૂકી દેતા વિવાદ

હોસ્પિટલોએ જયારે ટાટા AIG જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આ બાબતે સવાલ કર્યો ત્યારે તેમના બિનજવાબદાર અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા. પરિણામે આહના દ્વારા એક કરોડનો બદનક્ષીનો દાવો ઉપરાંત લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મુકવામાં આવેલ લિસ્ટને અન્ય કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા બેઠું ઉઠાવીને આ હોસ્પિટલોને "ડિલિસ્ટ/ એક્સકલુડેડ" (Delist/Excluded) માં મૂકી દીધેલ હતી. મેમ્બર હોસ્પિટલો દ્વારા આ બાબતે AHNA ને લેખિત રજુઆત કરતા AHNA ના પ્રતિનિધિઓ પણ ટાટા AIG ની આવી મનમાની અને કુદરતી ન્યાયનાં સિદ્ધાંતો વિરુદ્ધની હરકતોથી ચોંકી ઉઠ્યા હતા અને સભ્યોને આ બાબતે પગલાં ભરવાની ખાતરી આપી હતી.

ઇન્શ્યોરન્સ કંપની સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો

ટાટા AIG ને (Tata AIG General Insurance) કરેલ પત્ર દ્વારા રજૂઆતનો કોઇ જ પ્રત્યુતર મળ્યો ન હતો અને ત્યાંના મેનેજરો દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા, AHNA એ ટાટા એઆઇજીને કોર્ટમાં ખેંચી જવા અંગે નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં AHNA ની હોસ્પિટલો દ્વારા ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સકંપની સામે રૂપિયા 1 કરોડનો બદનક્ષીનો દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ટાટા એઆઇજી ના આવા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધના પગલાં સામે, AHNA દ્વારા 15 જુલાઈ 2024 થી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉપરાંત, મેમ્બર હોસ્પિટલમાં ટાટા AIG નો વીમો ધરાવતા ગ્રાહકોને કેશલેસ સેવા ઉપલબ્ધ કરાશે નહીં તેમ જ રિઇમ્બર્સમેન્ટ બાબતે પણ કોઈ સહયોગ આપવામાં આવશે નહીં.

Advertisement

દર્દીઓ ઇન્શ્યોરન્સ કંપનીઓની મનમાની સામે AHNA ને લઈ શકશે મદદ

આ ઉપરાંત, કેટલાક દર્દીઓ દ્વારા, કેટલીક વિમા કંપનીઓ, 15 બેડની ઓછા બેડની સંખ્યા ધરાવતી હોસ્પિટલોમાં સારવાર ન લેવાનો નિર્દેશ આપી રહી હોવાની ફરિયાદ પણ મળેલ છે. આ ઇન્શ્યોરન્સ કંપનીઓ મનગઢંત નિયમો બનાવી દર્દીઓને અનેક પ્રકારે હેરાન કરવાની રસમ અપનાવી છે. આહનાએ આવા કેસોને કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે અને જે પણ દર્દીને ઉપરોક્ત કારણ રજૂ કરી ક્લેઇમ નકારવામાં આવ્યો હોય તો આહના ઓફિસ પર ઈમેલ દ્વારા રજૂઆત કરવાની રહેશે. આ બાબતનું ફોર્મ આહના વેબસાઈટ www.ahna.org.in પર ઉપલબ્ધ છે.

અહેવાલ- સંજય જોષી, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો - AHMEDABAD : ગજબ થયું ! કુબેરનગર વોર્ડનો રોડ માત્ર 12 ફૂટ જ બચ્યો

આ પણ વાંચો - VADODARA : સુરક્ષાને લઇ ફાયર વિભાગનું ચેકીંગ જારી, 8 કોમ્પલેક્ષ સીલ

આ પણ વાંચો - Dahod : Youtube પર વીડિયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી, PM રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.