Ahmedabad : ટ્રાફિકવાળા વિસ્તારમાં મહિલાએ છુટ્ટા હાથે એક્ટિવા ચલાવી કર્યો જોખમી સ્ટંટ, જુઓ Video
જાહેર માર્ગ પર વાહનો થકી જોખમી સ્ટંટ કરીને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનારા કેટલાક ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ તેમ છતાં, આવા સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા થકી આપણી સમક્ષ આવતા હોય છે. ત્યારે હવે અમદાવાદમાં (Ahmedabad) એક્ટિવાચાલક એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જાહેર માર્ગ પર છુટ્ટા હાથે એક્ટિવા ચલાવતા નજરે પડી રહી છે. જો કે, આ મહિલા કોણ છે તે અંગે હાલ માહિતી સામે આવી નથી. પરંતુ, ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા આ મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને નંબર પ્લેટ અને સીસીટીવી ફૂટેજ થકી તેની શોધ કરવામાં આવી રહી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક એક્ટિવાચાલક મહિલાનો જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયો અમદાવાદના (Ahmedabad) એરપોર્ટ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટથી શાહિબાગ (Shahibagh) તરફ જતા રોડ પર રાત્રિના સમયે એક્ટિવાચાલક એક મહિલા છુટ્ટા હાથે એક્ટિવા ચલાવીને જોખમી સ્ટંટ કરે છે અને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મુકે છે. વીડિયોમાં મહિલા ટ્રાફિકવાળા વિસ્તારમાં સ્ટંટ કરતા નજરે પડી રહી છે. આ વીડિયો સામે આવતા ટ્રાફિક પોલીસ (Traffic Police) હરકતમાં આવી છે.
નંબર પ્લેટ, સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધ
માહિતી મુજબ, ટ્રાફિક પોલીસે વીડિયોમાં દેખાતી આ મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને નંબર પ્લેટ અને સીસીટીવીના આધારે તેની શોધખોળ આદરી છે. વીડિયોમાં દેખાતી આ મહિલા કોણ છે તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, જાહેર માર્ગો પર સ્ટંટ કરી લોકોના જીવને જોખમમાં મુકનારા ઇસમો વિરુદ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.
આ પણ વાંચો - Dwarka : PM મોદીના આગમન પહેલા ગોમતી ઘાટ પર 5 લાખ દીવડાથી દીપોત્સવ