ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા

Ahmedabad :  અમદાવાદ (Ahmedabad) ખાતે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Babasaheb Ambedkar Open University) ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારે યુનિવર્સિટીની મહિલા ક્રિકેટ ટીમ  આકર્ષણનું કેન્દ્ર  બની  હતી . જેમાં યુનિવર્સિટીના...
03:26 PM Jan 09, 2024 IST | Hiren Dave
Various programs,

Ahmedabad :  અમદાવાદ (Ahmedabad) ખાતે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Babasaheb Ambedkar Open University) ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.


ત્યારે યુનિવર્સિટીની મહિલા ક્રિકેટ ટીમ  આકર્ષણનું કેન્દ્ર  બની  હતી . જેમાં યુનિવર્સિટીના મહિલા કર્મચારીઓ પણ ક્રિકેટ (cricket) રમીને પોતાની ખેલ પ્રતિભા પ્રતિબદ્ધતા સાથે દર્શાવી હતી. વિજેતા ટીમને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી.

મહિલા ક્રિકેટમાં મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ડૉ. હિના રાવલ અને બેસ્ટ બોલરનો ખિતાબ કોમલ બેન પટેલ ને મળ્યો હતો. પુરુષ ક્રિકેટ મેચ સિરીઝમાં કર્મચારી ટીમ સામે વિદ્યાર્થી ટીમ વિજેતા બની હતી. જેમાં મેચ મેન ઑફ ધ સિરીઝ હરેશ સુત્રેજા ઘોષિત કરવામાં આવ્યા હતા. અને મેન ઑફ ધ મેચ હરેશ સુત્રેજા, પંકજ ઠાકોર, ધવલ સોલંકીને જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઊપરાંત યુનિવર્સિટીના કુલસચિવ, તમામ વિદ્યાશાખાના નિયામકશ્રીઓ અને તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ  પણ  વાંચો  - Banaskantha : ડુગડોલ પ્રા. શાળાની ઘટના, મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ પડી કાળી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AhmedabadBabasaheb Ambedkar Open UniCricketcricketfeverVarious programs
Next Article