Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : SG હાઇવેના બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ, એક યુવકનું મોત

અમદાવાદનો (Ahmedabad) એસજી હાઇવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એસજી હાઈવે પર ફરી એક અકસ્માતની ગોઝારી ઘટના બની છે. મોડી રાતે હાઇવે પર બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય...
ahmedabad    sg હાઇવેના બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ  એક યુવકનું મોત

અમદાવાદનો (Ahmedabad) એસજી હાઇવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એસજી હાઈવે પર ફરી એક અકસ્માતની ગોઝારી ઘટના બની છે. મોડી રાતે હાઇવે પર બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલ (Sola Civil Hospital) ખસેડાયા છે. જ્યારે, પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બ્રિજ પર બે કાર ધડાકાભેર અથડાઈ, 1 નું મોત

અમદાવાદનાં (Ahmedabad) એસજી હાઇવે પર ગત મોડી રાતે ગમખ્વાર એકસ્માતની ઘટના બની હતી. માહિતી મુજબ, એસજી હાઇવે (SG Highway) પર આવેલા પેલેડિયમ મોલ (Palladium Mall) પાસેના બ્રિજ પર એક આઈ 10 (I10) અને બ્રેજા કાર (Brezza car) ધડાકાભેર અધડાઈ હતી. આ જોરદાર ટક્કરમાં કાર સવાર એક શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઇજા થતાં ત્વરિત સારવાર અર્થે નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ઇજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડાયા

આ અકસ્માતને પગલે લોકોનું ઘટના સ્થળે ભેગું થયું હતું. જ્યારે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક શખ્સની ઓળખ અલ્પેશ તરીકે થઈ છે. જો કે, વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ અન્ય ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. તેમની પણ પોલીસ પૂછપરછ કરશે. ઇજાગ્રસ્તોની ઓળખ હાલ સામે આવી નથી. પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.

Advertisement

આ પણ વાંચો - Dahegam: એક રાતમાં થયેલી 22 લાખ રોકડની ચોરીની ઘટના બની ‘ટોક ઓફ ધ ટાઉન’

આ પણ વાંચો - Bharuch: સિગરેટના વ્યસનીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, લાઈટરમાં થયો મોટો ભડકો

આ પણ વાંચો - Mahisagar: લંપટ શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી, ગામ લોકોએ ચખાડ્યો મેથીપાક

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.