Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad :વર્લ્ડ કપને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત

અહેવાલ -પ્રદીપ કચીયા ,અમદાવાદ આવતીકાલથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં આવતીકાલે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની છે જેમાં તમામ ટીમના કેપ્ટન આવશે સાથે સિંગિંગ અને ડાન્સિંગ સાથે ઓપનિંગ સેરેમની થશે. જેમાં દરેક ટીમના કેપ્ટન સાથે વર્લ્ડ કપની...
ahmedabad  વર્લ્ડ કપને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત

અહેવાલ -પ્રદીપ કચીયા ,અમદાવાદ

Advertisement

આવતીકાલથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં આવતીકાલે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની છે જેમાં તમામ ટીમના કેપ્ટન આવશે સાથે સિંગિંગ અને ડાન્સિંગ સાથે ઓપનિંગ સેરેમની થશે. જેમાં દરેક ટીમના કેપ્ટન સાથે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. જે કાર્યક્રમ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એટલેકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે.

વર્લ્ડ કપ 68 PSI બંદોબસ્તમાં હાજર રહેશે.

Advertisement

વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જેને લઇને અમદાવાદ પોલિસ દ્વારા સ્ટેડિયમ ખાતે થ્રી લેયરનો બંદબસ્ત ગોઠવવામાં આવશે. 1 DIG, 7 DCP, 11 ACP, 25 PI અને 68 PSI બંદોબસ્તમાં હાજર રહેશે. આ સાથે સ્ટેડિયમમાં અંદર અને બહારના ભાગે કુલ 1631 મહિલા અને પુરુષ પોલીસનો કાફલો બંદોબસ્તમાં જોવા મળશે.

ટ્રાફિક વિભાગ દ્વારા ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યા છે

Advertisement

હોટલ ખાતેથી ટીમને સ્ટેડિયમ ખાતે લાવવા અને પાછા મૂકવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અને સ્ટેડિયમની અંદર પોલીસની ટીમની સાથે SRPની ટીમ પણ બંદોબસ્તમાં જોવા મળશે.

ગુજરાત ATS અને ગુજરાત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

ખાલિસ્તાનીઓ તરફથી મળેલી ધમકી અને દિલ્હીમાં પકડાયેલા આતંકીઓના આધારે વર્લ્ડ કપની મેચમાં પોલીસની સાથે એજન્સીઓ પણ બંદોબસ્તમાં જોડાશે. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ, ગુજરાત ATS અને સાથે ગુજરાત પોલીસની અન્ય એજન્સીઓ પણ આ વખતે મેચ વખતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ  પણ  વાંચો-

Tags :
Advertisement

.