Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ગોધરાકાંડ બાદ બદલો લેવા UP થી હથિયાર મંગાવનાર મહિલા આરોપી 18 વર્ષે ઝડપાઈ

ગુજરાત એટીએસની (Gujarat ATS) ટીમે મોટી કાર્યવાહી કરી છે. આર્મ્સ એક્ટમાં છેલ્લા 18 વર્ષથી ફરાર મહિલા આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આરોપ છે કે, મહિલાએ ગોધરાકાંડ બાદ બદલો લેવા માટે જે તે સમય ફંડ એકત્ર કરીને ઉત્તરપ્રદેશથી હથિયાર મંગાવ્યા...
ahmedabad   ગોધરાકાંડ બાદ બદલો લેવા up થી હથિયાર મંગાવનાર મહિલા આરોપી 18 વર્ષે ઝડપાઈ

ગુજરાત એટીએસની (Gujarat ATS) ટીમે મોટી કાર્યવાહી કરી છે. આર્મ્સ એક્ટમાં છેલ્લા 18 વર્ષથી ફરાર મહિલા આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આરોપ છે કે, મહિલાએ ગોધરાકાંડ બાદ બદલો લેવા માટે જે તે સમય ફંડ એકત્ર કરીને ઉત્તરપ્રદેશથી હથિયાર મંગાવ્યા હતા. આ કેસમાં મહિલા અને તેના પતિની શોધ કરાઈ રહી હતી. ત્યારે હવે બાતમીના આધારે ગુજરાત એટીએસએ અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાંથી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

Advertisement

આરોપી મહિલા અંજુમન કુરેશી

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ગોધરાકાંડ (Godhra riots) બાદ બદલો લેવા માટે જે તે સમયે ફંડ એકત્ર કરી ઉત્તરપ્રદેશથી હથિયાર મગાવનાર મહિલા અંજુમન કુરેશી જે છેલ્લા 18 વર્ષથી ફરાર છે તે હાલ અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં રહે છે. આથી ગુજરાત એટીએસે બાતમીના આધારે આરોપી મહિલા અંજુમન કુરેશીની (Anjuman Qureshi) ધરપકડ કરી છે. આરોપ છે કે, વર્ષ 2002માં થયેલ ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો થયા હતા. ત્યાર બાદ બદલો લેવા માટે અગાઉ પકડાયેલ આરોપી વારિસ પઠાણ, નસીમ પઠાણ, નાદીરખાન પઠાણ સાથે મળીને મહિલા આરોપી અંજુમન કુરેશીએ હથિયાર ખરીદવા માટે ફંડ ભેગું કરવામાં મદદ કરી હતી અને ત્યાર બાદ તે ફંડથી ઉત્તરપ્રદેશથી હથિયાર મંગાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

અંજુમન છેલ્લા 18 વર્ષથી ફરાર હતી

આ ગુનામાં મહિલા આરોપી અંજુમન કુરેશી છેલ્લા 18 વર્ષથી ફરાર હતી. ત્યારે હવે બાતમીના આધારે ગુજરાત એટીએસએ અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. આર્મ્સ એક્ટ હેઠળ આ આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના પતિ ફિરોઝ અબ્દુલસલામ કુરેશી (કાનપુરી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Harani lake : આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો, ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ : વડોદરા જોઇન્ટ C.P.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.