Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad માં 'ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ'નું આયોજન, 50 હસ્તીઓને સન્માનિત કરાઈ

શાસ્ત્રોમાં લખાયું છે કે કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે... કળિયુગમાં પણ આ શબ્દો શાશ્વત સ્વરૂપે સામે આવ્યા છે. આજે વાત એમની કરવી છે, જેમણે સભ્ય સમાજનાં ઉથ્થાન માટે, સર્વજન હિતાય અને સર્વજન સુખાય માટે વિશેષ યોગદાન...
09:58 PM May 31, 2024 IST | Vipul Sen

શાસ્ત્રોમાં લખાયું છે કે કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે... કળિયુગમાં પણ આ શબ્દો શાશ્વત સ્વરૂપે સામે આવ્યા છે. આજે વાત એમની કરવી છે, જેમણે સભ્ય સમાજનાં ઉથ્થાન માટે, સર્વજન હિતાય અને સર્વજન સુખાય માટે વિશેષ યોગદાન આપ્યું છે.

અમદાવાદના YMCA ક્લબ ખાતે 'ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ' ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં 50 એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે સમાજના હિત માટે સમય-સમય પર શ્રેષ્ઠ યોગદાન આપી વિશેષ દ્રષ્ટાહન આ ભાગદોડ જિંદગી વચ્ચે પૂરૂં પાડ્યું છે. આ કાર્યક્રમમાં અલગ-અલગ કેટેગરી પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે ગુજરાત BJP યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, એક્ટર અને BJP કલ્ચરલ સેલના કન્વીનર જનક ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ગાયક કલાકાર અને એક્ટર અરવિંદ વેગડા, ઠક્કરનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ હાજરી આપી હતી. યુથ આઇકોન, એક્ટર-મોડેલ કશિષ રાઠોર સહિત તમામ મહેમાનોના હસ્તે 50 વિજેતાઓને એવોર્ડ આપી, પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનમાં મધ્યપ્રદેશની એક સાયન્ટિસ્ટને 'ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

મહત્ત્વનું છે કે ગુજરાત એ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અહીંના વેપાર ઉદ્યોગે દેશ-વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતના આ અગ્રણીઓનું પુરસ્કારથી સન્માનિત કરવાનો વિચાર પણ ઘણો ઉત્તમ છે. 'ધ પ્રાઇડ ઓફ ઈન્ડીયા' ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ રાજ્યના અદમ્ય જુસ્સાને આગળ ધપાવવાનો છે.

આ વર્ષના 'ધ પ્રાઇડ ઓફ ગુજરાત' એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા, સમર્પણની ઉજવણી કરાઇ હતી, જેમણે વેપાર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે-સાથે સમાજના ઉથ્થાન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

1 અદિતિ પારેખ - એક્સલન્સ ઇન બિઝનેસ એન્ડ લીડરશીપ રોલ
2 આયેશા શાહ - રાષ્ટ્રીય મહિલા પ્રમુખ, સંયુક્ત નોબલ માનવ અધિકાર સમિતિ
3 આકાંક્ષા છાયા - ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આઇકોનિક અને ઇલેક્ટ્રિફાઇંગ સિંગર
4 અનિમેષ દેસાઈ - મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ - આર્ચ એલિવેટર્સ પ્રા. લિ.
5 આશા અખાણી - સામાજિક કાર્યકર - ગાંધીધામ, કચ્છ
6 શ્રી અનિલ દીક્ષિત - આર્યન પ્રોટેક્શન સિક્યુરિટી સર્વિસીસ
7 બબીતા હરવાણી - શ્રેષ્ઠ શિક્ષક
8 દર્શનકુમાર ત્રિવેદી - નિયામક - ધ બ્રાઈટ ચાઈલ્ડ પ્લે સ્કૂલ
9 દર્શક રાઠોડ- રિયલ એસ્ટેટ પ્રભાવક - સ્થાપક, રામા રિયલ્ટી
10 દીપલ જે સાધુ - ભારતીય કલા અને સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય પ્રમોટર
11 ધારિની પટેલ - શૈક્ષણિક સ્તર અને આરોગ્ય સંભાળ સ્તરમાં શ્રેષ્ઠતા
12 દેવાંશી શાહ - પ્લેબેક સિંગર અને લાઈવ પર્ફોર્મર
13 ડો. ફાલ્ગુની શાહ - ગુજરાતની એન્જેલિક મેલોડી એન્જલ
14 ગગન ગોસ્વામી - સ્થાપક અને નિયામક - હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ
15 હિતેશકુમાર વી. પંડ્યા - ગણિતશાસ્ત્રી અને આચાર્ય, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા
16 શ્રી હર્ષેન્દુ ઓઝા - ફોટોગ્રાફર
17 કૌશલ શાહ - રિયલ એસ્ટેટમાં ભવિષ્યવાદી રોકાણ - વાઈબ્રન્ટ બિઝકોમ લિ.
18 કમલેશ ચૌહાણ - માલિક - સૌરાષ્ટ્ર પાનની દુકાન
19 કાર્તિક સોની - રિડેવલપિંગ અમદાવાદ - ચેરમેન, સ્વરા ગ્રુપ
20 કિંજલ બારોટ - ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ
21 કિરીટકુમાર પટેલ - વેઇંગ સ્કેલ મેન્યુફેક્ચરીંગમાં શ્રેષ્ઠતા
22 કૃણાલ પંડ્યા - યંગ એડવોકેટ સિદ્ધિ
23 લલિત પરિહાર - આજી ગ્રુપના સ્થાપક, ધોલેરા
24 માલતી શર્મા - પર્યાવરણ કલાકાર
25 મહારાજા નૌશિવ વર્મા - રેપર, ગાયક અને સંગીતકાર
26 મેહુલ દવે - ડાયરેક્ટર - મહાદેવ કોમ્પ્યુટર
27 મિહિર પંડ્યા - સીઈઓ - ઓમ ઝાયરા ડાયમંડ
28 નિધી પંડ્યા - મહિલા ઉદ્યોગસાહસિક
29 નરભેરામ આઘારા - યોગા શિક્ષક
30 નાગેન્દ્ર સિંહ આર. રાજપૂત - સ્થાપક - શારદા ઓફસેટ
31 પાર્થ વી પટેલ - અંકશાસ્ત્ર, જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાંત
32 પિયુષ મકવાણા - આર્કિટેક્ચર અને ઈન્ટીરીયર ડીઝાઈનર
33 પીવીસી વર્લ્ડ - યુપીવીસી ફર્નિચર ઉત્પાદકમાં શ્રેષ્ઠતા
34 રવિ બી ગુપ્તા (સેબી - આરએ) - સંશોધન વિશ્લેષણ અને વ્યુત્પન્ન વિશ્લેષણમાં શ્રેષ્ઠતા
35 રાજેન્દ્રસિંહ રાણા - સામાજિક કાર્યકર
36 રિમી ડીડવાનિયા - સ્થાપક અને નિયામક - શોન સેલોન અને મેકઅપ નિષ્ણાંત
37 રિયા તન્ના - એન્કર અને વેડિંગ પ્લાનર
38 રૂતુલ પટેલ - સારંગ ગ્રુપ - રિયલ એસ્ટેટ ડેવલપર
39 રૂષભ સંઘવી - નાણાકીય સલાહકાર
40 રિંકલ પટેલ - RS ઇવેન્ટ અને જય રામદેવ સાઉન્ડ
41 રૂશીલ પંચાલ - સુપરલીફ ડિઝાઇન સ્ટુડિયો - શ્રેષ્ઠ હોમ ડેકોર ડિઝાઇનર
42 રાજુ ગડા (રાજેશ શાહ) - વિલા સ્ટોનેરા - આઇકોનિક ફ્લિન્સ્ટોન્સ હાઉસ ટાઇપ વિલા
43 સાવિત્રી રાજેન્દ્ર તિવારી - સ્થાપક - તત્વમશી શક્તિ સમુહ
44 સ્વાતિ ચૌહાણ - HR અને બિઝનેસ પાર્ટનરશિપમાં શ્રેષ્ઠતા
45 શૌનક શાહ - સપ્તક વર્લ્ડ - ગુજરાતમાં પ્રીમિયર વિઝા કન્સલ્ટન્સી સર્વિસ
46 સુમન ઉપાધ્યાય - ગુજરાતની દિવ્ય ભરતનાટ્યમ ડાન્સર
47 શ્લોક પટેલ - વૈશ્વિક લોક આઇકોનિક ગાયક
48 સુખડિયા કેટરર્સ - ગુજરાતના શ્રેષ્ઠ કેટરર્સ
49 વૈશાલી શાહ - સીઈઓ - જસ્ટ બ્લાઉઝ પ્રાઈવેટ લિ
50 વિવેક શાહ - અભિનેતા અને નિર્માતા

સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કોફી ટેબલ બુકનું પણ લોંચિંગ કરવામાં આવ્યું હતું. 'ધ પ્રાઇડ ઓફ ઈન્ડીયા'ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ અદ્દભૂત પહેલ ખરેખર સરાહનીય છે.

 

આ પણ વાંચો - Gujarat First Impact : સનાતન સંત સમિતિનો કલેક્ટરને પત્ર, સળગતા સવાલો સાથે કરી આ માગ

આ પણ વાંચો - Gujarat: આગામી 4 જૂને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાની આગાહી

આ પણ વાંચો - Gandhinagar : DPS સ્કૂલમાં વિકરાળ આગ, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર વિભાગે લીધું મોટું એક્શન

Tags :
AhmedabadArvind WegdaGujarat FirstGujarati NewsKirit PatelNidhi PandyaThe Pride of GujaratThe pride of India AwardsYMCA Club
Next Article