Ahmedabad : પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર બન્યા, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી
અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે તેમાં પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર બન્યા છે. તેમજ ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી થઇ છે. તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની વરણી સાથે જ ગૌરાંગ પ્રજાપતિને સત્તા પક્ષના નેતા બનાવામાં આવ્યા છે.
પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર બન્યા છે. ત્યારે 8 નપામાં અધિકારીઓના નામની જાહેરાત થશે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામ નક્કી કરી દેવાયા હોવાની ચર્ચા છે. તેમજ સામાન્ય સભામાં નામની જાહેરાત થઇ છે. આજે અમદાવાદ મનપાને નવા મેયર મળ્યા છે.નવા હોદ્દેદારોના નામને લઈ છેલ્લી ઘડીઓ સુધી અટકળો થઇ હતી. તેમાં મેયર માટે પ્રતિભા જૈનના નામની ચર્ચાઓ હતી તે સાચી સાબિત થઇ છે. સ્ટે.કમિટીની ચેરમેન પદે જતિન પટેલનું નામ હતુ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની નિમણૂક થઇ છે.
મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યના આઠે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં તેમ જ અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓ-હોદ્દેદારોની વરણી ચૂંટણીની પ્રક્રિયા આજથી 16મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા માત્ર નામો શોર્ટલિસ્ટ કરાયા છે, દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા આખરી પસંદગી કરવામાં આવી રહી છે.
Ahmedabad : અમદાવાદના નવા મેયરની જાહેરાત #ahmedabad #ahmedabadnews #mayor #PratibhaJain #BreakingNews #gujaratfirst @AmdavadAMC pic.twitter.com/FmNmQ5IujX
— Gujarat First (@GujaratFirst) September 11, 2023
કોણ છે પ્રતિભા જૈન?
પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.
આ પણ વાંચો-VADODARA : વડોદરા શહેરના નવા મેયર તરીકે પિંકીબેન સોનીની વરણી