Ahmedabad : અમદાવાદીઓ આનંદો... હવે રિવરફ્રન્ટ પર મળશે આ ખાસ સુવિધા
Ahmedabad : અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર છે. રિવરફ્રન્ટના મુલાકાતીઓને હવે AMTS બસની સુવિધા મળશે. એટલે કે 5 જૂનથી રિવરફ્રન્ટ (riverfront) પર AMTS ની બસો દોડતી થશે. માહિતી મુજબ, શહેરના વાસણા ટર્મિનલથી વાડજ ટર્મિનલ સુધી રિવરફ્રન્ટ પર AMTS ની મીની AC બસો દોડતી થશે.
5 જૂનથી રિવરફ્રન્ટ પર AMTS ની બસો દોડતી થશે
અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી નદીના (Sabarmati River) કાંઠે વિકસિત થયેલ રિવરફ્રન્ટ શહેરીજનો માટે હરવા ફરવા માટેનું હોટસ્પોટ મનાય છે. સાથે જ શહેરના વધતા ટ્રાફિક માટે રિવરફ્રન્ટ એક સારા વિકલ્પ તરીકે પણ છે. અમદાવાદમાં મોટા ભાગના લોકો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (AMTS) બસોમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે હવે રિવરફ્રન્ટના (riverfront) મુલાકાતીઓ માટે એક સારા સમાચારા છે. 5 જૂનથી રિવરફ્રન્ટ પર AMTS ની બસો દોડતી થશે. પ્રાથમિક તબક્કે વાસણા ટર્મિનલથી (Vasana Terminal) વાડજ ટર્મિનલ સુધી AMTS ની બસોની સેવા મળશે.
5 જૂનથી રિવરફ્રન્ટ પર AMTS ની મીની બસો દોડતી થશે
કુલ 10 કિલોમીટરના રૂટ પર દોડશે બસ
માહિતી મુજબ, AMTS દ્વારા મીની AC બસ રિવરફ્રન્ટ પર દોડાવવામાં આવશે. આ બસો વાસણા ટર્મિનલથી ઊપડશે અને વાડજ ટર્મિનલ (Vadaj Terminal) સુધી જશે. આંબેડકર બ્રિજથી (Ambedkar Bridge) રિવરફ્રન્ટમાં જશે અને ચંદ્રભાગાથી (Chandrabhaga) બસ બહાર નીકળશે. આમ, કુલ 10 કિલોમીટરના રૂટ પર AMTS બસ દોડશે. રિવરફ્રન્ટ પર વાહન લઈને નહીં આવનાર મુલાકાતઓને હવે બસની સુવિધા મળતા રાહત થશે.
આ પણ વાંચો - Janagadh : શ્રીધામ ગુરુકુળના સ્વામી સાથે મારપીટ મામલે ફરિયાદ બાદ પોલીસની મોટી કાર્યવાહી
આ પણ વાંચો - Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો
આ પણ વાંચો - Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ