Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ગુનાખોરી ઓછી બતાવવાનો નવો કીમિયો! બાપુનગરમાં 6 મોબાઇલ ચોરાયાં, પોલીસે 3 FIR માં તમામનો સમાવેશ કર્યો

અમદાવાદના (Ahmedabad) બાપુનગરમાં પોલીસે ગુનાખોરી ઓછી બતાવવા માટેનો નવો કીમિયો અજમાવ્યો છે. બાપુનગરમાં (Bapunagar) એક જ કલાકમાં 6 રાહદારીઓના મોબાઇલ ફોન ચોરી થવાની ઘટનાઓ બની હતી. જો કે, પોલીસે માત્ર ત્રણ જ ફરિયાદ નોંધીને તમામ મોબાઈલ ચોરીનો તેમાં સમાવેશ કરી...
ahmedabad   ગુનાખોરી ઓછી બતાવવાનો નવો કીમિયો  બાપુનગરમાં 6 મોબાઇલ ચોરાયાં  પોલીસે 3 fir માં તમામનો સમાવેશ કર્યો

અમદાવાદના (Ahmedabad) બાપુનગરમાં પોલીસે ગુનાખોરી ઓછી બતાવવા માટેનો નવો કીમિયો અજમાવ્યો છે. બાપુનગરમાં (Bapunagar) એક જ કલાકમાં 6 રાહદારીઓના મોબાઇલ ફોન ચોરી થવાની ઘટનાઓ બની હતી. જો કે, પોલીસે માત્ર ત્રણ જ ફરિયાદ નોંધીને તમામ મોબાઈલ ચોરીનો તેમાં સમાવેશ કરી લીધો હતો. જણાવી દઈએ કે, બાપુનગરમાં અલગ-અલગ વિસ્તારમાંથી એક જ કલાકના સમયગાળા દરમિયાન 6 રાહદારીઓના મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટનાઓ બની હતી.

Advertisement

અમદાવાદના (Ahmedabad) બાપુનગરમાં મોબાઇલ સ્નેચરો ફરી સક્રિય થયા છે. માહિતી મુજબ, શનિવાર રાતે બાપુનગરમાં માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં એક જ કલાક દરમિયાન 6 રાહદારીઓના મોબાઇલ ફોન ઝુંટવી લેવામાં આવ્યા હતા. રાત્રિના પોણા 9 વાગ્યાથી 10 વાગ્યાના અરસામાં આ બનાવો બન્યા હતા. જો કે, આ મામલે પોલીસે પણ ગુનાખોરી ઓછી બતાવવા માટે નવો કીમિયો અજમાવ્યો અને 6 ચોરીની ફરિયાદ સામે માત્ર 3 એફ.આઈ.આર (FIR) નોંધીને તમામ મોબાઈલ સ્નેચિંગ ગુનાઓનો સમાવેશ કરી લીધો. આ મામલે પોલીસે ચોરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

Advertisement

મોબાઇલ સ્નેચિંગના બનાવોની વિગત :

બનાવ-1

બાપુનગરમાં અંબર સિનેમા પાસે રાત્રિના 8:45 વાગ્યે રોડ પર ઊભા રહેલા વિદ્યાર્થીના હાથમાંથી બર્ગમેન ટુ-વ્હીલર પર આવેલા બે શખ્સોમાંથી પાછળ બેઠેલા શખ્શે મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

Advertisement

બનાવ-2

હીરાવાડી રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રાત્રિના 9 વાગ્યે જમીને ચાલવા નીકળેલા શિક્ષકના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવીને ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા.

બનાવ-૩

બાપુનગરમાં સ્ટાર હોસ્પિટલ પાસે ઊભા રહેલા એક શખ્સના હાથમાંથી રાત્રિના 9:15 વાગ્યે મોબાઈલ ફોન ઝૂંટવીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.

બનાવ-4

શ્યામશિખર નજીક સ્વામિનારાયણ મંદિરથી આગળ રાત્રિના 9:30 વાગ્યે રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ચોર ફરાર થઇ ગયા હતા.

બનાવ-5

બાપુનગરમાં શ્રીજી સ્કૂલ પાસે પટેલ વાડી રોડ પર ચાલી રહેલા એક શખ્સના હાથમાંથી રાત્રિના 9:45 વાગ્યે મોબાઈલ ફોન ઝૂંટવીને ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા.0

બનાવ-6

અમદાવાદ (Ahmedabad) બાપુનગરમાં આવેલ ભગવતી હોટલમાંથી જમીને બહાર નીકળેલા શખ્સના હાથમાંથી રાત્રિના 10:00 વાગ્યે બર્ગમેન પર બેસીને બે શખ્સો આવ્યા હતા અને પાછળ બેઠેલા ગઠિયાએ મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો - PM Modi આજે ગુજરાતના પ્રવાસે,વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન

Tags :
Advertisement

.