ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad Mobile Thief: એક ફોન ચોરીની તપાસ દરમિયાન 23 મોબાઈલ ફોન ચોરીનો આરોપી સંકજામાં

Ahmedabad Mobile Thief: અમદાવાદ શહેર (Ahmedabad) માં શાળાના વેકેશન દરમિયાન અને ચૂંટણી દરમિયાન પ્રચારમાં લોકો એકસાથે એકઠા થતા હતા. ત્યારે આવી જગ્યાઓ પરથી મોબાઇલ ફોન (Mobile Thief) ચોરી થતાં હોવાની ફરીયાદો મળતી હતી. ત્યારે પોલીસે (Ahmedabad Police) આ ફરિયાદોને આધારે...
06:22 PM May 08, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Ahmedabad Mobile Thief

Ahmedabad Mobile Thief: અમદાવાદ શહેર (Ahmedabad) માં શાળાના વેકેશન દરમિયાન અને ચૂંટણી દરમિયાન પ્રચારમાં લોકો એકસાથે એકઠા થતા હતા. ત્યારે આવી જગ્યાઓ પરથી મોબાઇલ ફોન (Mobile Thief) ચોરી થતાં હોવાની ફરીયાદો મળતી હતી. ત્યારે પોલીસે (Ahmedabad Police) આ ફરિયાદોને આધારે તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ કડક કાર્યવાહી દરમિયાન મોટી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે.

ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરના વેજલપુર વિસ્તારમાં 4 મેના રોજ મોબાઈલ ફોન ચોરી (Mobile Thief) થયાની એક ફરિયાદ દાખલા કરવામાં આવી હતી. વેજલપુર પોલીસે (Ahmedabad Police) ફરિયાદના આધારે તપાસની શરૂઆત કરી. જેમાં ચોરીની ઘટના બની તે જગ્યા પરના CCTV ફૂટેજ અને વેજલપુર પોલીસના હ્યુમન સોર્સના મદદથી એક પોલીસકર્મીને (Ahmedabad Police) બાતમી મળી કે મોબાઇલ ફોન (Mobile Thief) નો ચોર શાહનવાઝ છે.

આ પણ વાંચો: આ વખતે રાજકોટના નાગરિકોએ સૂઝબૂઝ સાથે મતદાન કર્યું: પરેશ ધાનાણી

કુલ 23 મોબાઈલ ફોન ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો

જે વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા નજીક રહે છે. પોલીસે (Ahmedabad Police) વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી. વેજલપુર પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ છેલ્લા કેટલાક સમયમાં અલગ અલગ જગ્યા પરથી કુલ 23 મોબાઇલ ફોન ચોરી (Mobile Thief) કર્યા હતા, જેની કિંમત લગભગ 1 લાખ 80 હજાર આસપાસ થાય છે.

આ પણ વાંચો: Amreli ના મતદારોનો મિજાજ કોની તરફ રહ્યો

ચોરીના મોબાઈલ વેચતા આરોપીની પણ ધરપકડ

પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા આરોપી ચોરીના મોબાઇલ ફોન જાફરબેગ નામના વ્યક્તિને આપતો જે એક મોબાઈલ (Mobile Thief) ની દુકાન ચલાવતો હતો. ત્યારે પોલીસે ચોરીના મોબાઈલ વેચતા આરોપીની પણ ધરપકડ કરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે (Ahmedabad Police) ફરિયાદ નોંધીને આગળ બંને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

અહેવાલ પ્રદીપ કચિયા

Tags :
AhmedabadAhmedabad CityAhmedabad Mobile ThiefAhmedabad PoliceGujaratGujarat PoliceMobile ThiefThief