ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad Medical Association: અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન સાથે અપાશે મતદાનનો મેસેજ

Ahmedabad Medical Association: અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનશે. મતદાર જાગૃતિ (Voting Awareness) કાર્યક્રમમાં નામાંકિત તબીબોએ અચૂક મતદાન (Voting) ના શપથ લીધા હતા. આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (Lok Sabha Election) યોજાનાર છે ત્યારે મહત્તમ...
11:18 PM Apr 28, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Ahmedabad Medical Association

Ahmedabad Medical Association: અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનશે. મતદાર જાગૃતિ (Voting Awareness) કાર્યક્રમમાં નામાંકિત તબીબોએ અચૂક મતદાન (Voting) ના શપથ લીધા હતા. આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (Lok Sabha Election) યોજાનાર છે ત્યારે મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર (Election Commission) ની સાથે સાથે અનેક એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) દ્વારા 'Voting Awareness' અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એસોસિએશન સાથે જોડાયેલા નામાંકિત તબીબોએ અચૂક મતદાન (Voting) ના શપથ લીધા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સૌ તબીબોએ પોતાના મેડિકલ સ્ટાફ, મિત્રો તથા સ્વજનોને પણ અવશ્ય મતદાન (Voting) કરવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ પણ કર્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : રાજ્યમાં પ્રથમ વખત એક જ સંસ્થાનાં 8 વિદ્યાર્થી UPSC માં થયા પાસ, CM એ સન્માન કરી કહી આ વાત!

મતદાનનો સંદેશો આપવા એક વિશિષ્ટ સ્ટેમ્પ લગાડવામાં આવશે

વધુમાં, મતદાન (Voting) પ્રત્યે જાગૃતિ આવે તેના માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે અનુસાર તબીબો દ્વારા દર્દીઓને અપાતા પ્રિસ્ક્રિપશન પર અવશ્ય મતદાન (Voting) નો સંદેશો આપવા એક વિશિષ્ટ સ્ટેમ્પ લગાડવામાં આવશે, જેથી કરીને દર્દીઓ પણ અચૂક મતદાન (Voting) નો સંકલ્પ કરવા પ્રેરાય.

આ પણ વાંચો: Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!

એસોસિએશનના હોદ્દેદારો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) દ્વારા તમામ તબીબોને પ્રિસ્ક્રિપશન પર મતદાન (Voting) જાગૃતિનો સ્ટેમ્પ લગાડવા તમામ તબીબોને અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં AMCના ડેપ્યૂટી મ્યુનિ.કમિશનર સી.એમ.ત્રિવેદી, અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો.તુષાર પટેલ, સેક્રેટરી ડો.ઉર્વેશ શાહ સહિત એસોસિએશનના હોદ્દેદારો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ

Tags :
AhmedabadAhmedabad Medical AssociationElection 2024GujaratGujarat ElectionGujaratFirstLok Sabha Election 2024Lok-Sabha-electionVoteVoting