Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ફૂલોની મહેક મોંઘી થઈ, ભાવમાં આસમાની વધારો

Ahmedabad : રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસથી અમદાવાદ, ગાંધીનગર (Gandhinagar) સહિત કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન આકરો તાપ જ્યારે રાતનાં સમયે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બેવડી ઋતુની સીધી અસર ફૂલ, ફળ અને...
ahmedabad   તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ફૂલોની મહેક મોંઘી થઈ  ભાવમાં આસમાની વધારો

Ahmedabad : રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસથી અમદાવાદ, ગાંધીનગર (Gandhinagar) સહિત કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન આકરો તાપ જ્યારે રાતનાં સમયે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બેવડી ઋતુની સીધી અસર ફૂલ, ફળ અને શાકભાજી પર પણ જોવા મળી રહી છે. છેલ્લા અમુક દિવસથી આ તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ગરમીના કારણે ફૂલો ઝડપીથી સુકાઈ અને કરમાઈ જાય છે, જેને લઇને પણ ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

Advertisement

અમદાવાદની (Ahmedabad) બજારોમાં આવતા તમામ ફૂલો નાસિક (Nashik) અને મુંબઈ (Mumbai) ખાતેથી આવી રહ્યા છે. હાલના સમયમાં ગલગોટાના પીળા ફૂલની માંગમાં ખૂબ વધારો થયો છે, જેની સામે ગુજરાતમાં ઉત્પાદન નહિવત્ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ કારણે ફૂલો નાશિક ખાતેથી મગાવવાની ફરજ પડી રહી છે. આ કારણે ભાવમાં પણ 100% વધારો થઈ રહ્યો છે. બજારમાં હજારીગલ, પારસ, કેસૂડા (Kesuda), મોગરો, જાસ્મીન, કાર્નેશન વગેરેના ભાવમાં વધારો નોંધાયો છે.

Advertisement

જમાલપુર ફૂલ બજારમાં ભાવમાં વધારો

જમાલપુર ફૂલ બજારમાં (Jamalpur flower market) ફૂલોનો ભાવ જોઈએ તે ગુલાબ 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો, છૂટા ગુલાબ 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો, તાજા કેસૂડા 200 રૂપિયા પ્રતિ કિલો, સૂકા કેસૂડા 150 રૂપિયા પ્રતિ કિલો, ટગર 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો, ડમરો 6 થી 10 રૂપિયા, હજારીગલ 50 થી 75 રૂપિયા પ્રતિ કિલો, એન્થુરિયમ 170 રૂપિયા પ્રતિ કિલો, કાર્નેશન 200 રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે. ઉપરાંત જાસ્મીન (Jasmine) 200 રૂપિયા પ્રતિ કિલો, મેરીગોલ્ડ 90 રૂપિયા પ્રતિ કિલો, ઓર્કિડ 160 રૂપિયા પ્રતિ કિલો, ડેઝી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો, પારસ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો, મોગરો 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો તથા લીલીની એક ઝૂડી 2 થી 3 રૂપિયામાં મળી રહી છે.

Advertisement

આ કારણે ફૂલોના ભાવ વધ્યાં!

તહેવાર અને તિથિમાં સૌથી વધુ ફૂલોની જરૂર પડે છે. ઉનાળો શરૂ થતાં ગરમીના લીધે ફૂલ સુકાઈ જાય છે. ફૂલોની ખેતી કરતી વખતે પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપવું પડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ ચાર્જ, આયાત-નિકાસ (import-export,), જથ્થો વગેરેમાં થતા વધારા-ઘટાડાને લીધે ફૂલોના ભાવમાં પણ વધારો-ઘટાડો થાય છે. આગામી સમયમાં જેમ વરસાદ (rain) પડશે તેમ ધીમે ધીમે નવી આવક વધશે તો ભાવમાં પણ ઘટાડો થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

અહેવાલ : પ્રદિપ કચિયા

આ પણ વાંચો - VADODARA : વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાને રાખી શાળાએ શરૂ કરી “બેંક”

આ પણ વાંચો - PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બન્યા આ શેર

આ પણ વાંચો - Demat Accounts : રોકાણકરો માટે સારા સમાચાર,નોમિની વિનાના ડિમેટ એકાઉન્ટ નહી થાય ફ્રીઝ

Tags :
Advertisement

.