ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : આંબાવાડીમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, 1 નું મોત

એક તરફ અમદાવાદ શહેર અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રંગે રંગાયું છે. ત્યારે બીજી તરફ અમદાવાદના (Ahmedabad) આંબાવાડીથી (Ambawadi) ભેખડ ધસી જતાં 5 મજૂરો દટાયા હોવાની માહિતી મળી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે...
11:17 PM Jan 20, 2024 IST | Vipul Sen

એક તરફ અમદાવાદ શહેર અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રંગે રંગાયું છે. ત્યારે બીજી તરફ અમદાવાદના (Ahmedabad) આંબાવાડીથી (Ambawadi) ભેખડ ધસી જતાં 5 મજૂરો દટાયા હોવાની માહિતી મળી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ, આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે.

અમદાવાદના (Ahmedabad) આંબાવાડીમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી છે. માહિતી મુજબ, આંબાવાડી (Ambawadi) જીએસટી ભવન પાસે આવેલ શ્યામ કામેશ્વર હાઈટ્સની ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા હતા. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ફાયરની ટીમ પહોંચે તે પહેલા 4 મજૂરો બહાર નીકળી ગયા હોવાનું ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું. જ્યારે એક મજૂર દટાયેલ હતો, જેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત નીપજ્યું હતું. મૃતક શ્રમિકની ઓળખ અલ્કેશ પ્રતાપભાઈ (ઉં. વ. આશરે 13) તરીકે થઈ હતી. જ્યારે જે મજૂરોનો આબાદ બચાવ થયો છે તેમની ઓળખ સુખરામ (ઉ. વ. 30), કૈલાશ (ઉ. વ. 35), એતરો (ઉ. વ. 22) અને વિકાસ (ઉ. વ. 18) તરીકે થઈ છે. આ મામલે પોલીસને (Ahmedabad) જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’માં 6 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAmbawadiAmbawadi PoliceAyodhya Ram Temple Pran Pratishtha MohotsavGST BhavanGujarat FirstGujarati News
Next Article