Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : નરોડામાં ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં થયું ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad)છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગ (Firing incident)ની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ફાયરિંગની (Firing incident) ઘટના બની છે.શહેરના નરોડાના વિસ્તારમાં(Naroda area) ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં...
01:02 PM Apr 09, 2024 IST | Hiren Dave
firing incident

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad)છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગ (Firing incident)ની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ફાયરિંગની (Firing incident) ઘટના બની છે.શહેરના નરોડાના વિસ્તારમાં(Naroda area) ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 

સ્મૃતિનાથ સોસાયટી નજીક બની ઘટના

શહેરના હંસપુરામાં (Hanspura) સ્મૃતિનાથ સોસાયટી નજીક ફાયરિંગની ઘટના બની છે. જેમાં બાઈકચાલક પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યો છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની જાણ થતા જ પોલીસની (Police) ટીમ ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અગાઉ બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી

અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

આ  પણ  વાંચો  - Vadodara : નાના બાળકને બાઈકનું સ્ટિયરિંગ આપીને જોખમી સ્ટંટ કરતા શખ્સની ધરપકડ, કરી આ અપીલ

આ  પણ  વાંચો  - Salman Khan in Jamnagar : ચૂંટણી માહોલ વચ્ચે ફરીવાર સલમાન ખાન જામનગરમાં, આ જાણીતી હસ્તીની પણ એન્ટ્રી, જુઓ Video

આ  પણ  વાંચો  - ઈડરના શ્રીનગર વિસ્તારમાં બે માસથી ખોદકામ કરાયેલા ખાડા પુરવામાં તંત્રની ઉદાસીનતા

Tags :
Ahmedabadfiring incidentGujaratGujarat PoliceHanspuraNaroda areaSmrtinath Society
Next Article