Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બર્ડ રેસ્ક્યૂ વખતે કરંટ લાગતા ફાયરમેન ભડથું થયો, પરિવારજનોનો આજે AMC કચેરીએ ઘેરાવો, કરી આ માગ

ગઈકાલે અમદાવાદના (Ahmedabad) બોપલ (Bopal) વિસ્તારમાં એક ગોઝારી ઘટના બની હતી. બર્ડ રેસ્ક્યૂ કરવા જતા હાઈ ટેન્શન લાઈનને પાઇપ અડી જતા ફાયર જવાન ભડભડ સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં ફાયરમેનનું મોત નીપજ્યું હતું. ફાયર જવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે....
08:03 AM Jan 17, 2024 IST | Vipul Sen

ગઈકાલે અમદાવાદના (Ahmedabad) બોપલ (Bopal) વિસ્તારમાં એક ગોઝારી ઘટના બની હતી. બર્ડ રેસ્ક્યૂ કરવા જતા હાઈ ટેન્શન લાઈનને પાઇપ અડી જતા ફાયર જવાન ભડભડ સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં ફાયરમેનનું મોત નીપજ્યું હતું. ફાયર જવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. પરિવારજનોએ મૃતક જવાનની પત્નીને નોકરી આપવા તંત્રને માગ કરી છે. આ મામલે આજે પરિવારજનો AMC કચેરીનો ઘેરાવો કરશે.

અમદાવાદના (Ahmedabad) બોપલ વિસ્તારમાં ગઈકાલે હચમચાવે એવી એક ઘટના બની હતી. ફાયર બ્રિગેડને બર્ડ રેસ્ક્યૂ (Bird Rescue) માટે કોલ આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર જવાન અનિલ પરમારે પાઈપ વડે દોરીમાં ફસાયેલા એક પક્ષીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન પાઇપ હાઈ ટેન્શન લાઈનને અડી જતાં અનિલ પરમારને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે અનિલ પરમારનું આખું શરીર ક્ષણભરમાં જ આગની ચપેટમાં આવી ગયું. અનિલ પરમાર સાથે આવેલા અન્ય જવાન કંઈ સમજે તે પહેલા જ અનિલ પરમાર આગમાં ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં અનિલ પરમારનું મોત નીપજ્યું હતું.

મૃતકના પરિવારજનો આજે AMC કચેરીનો ઘેરાવો કરશે

ફાયર જવાન અનિલ પરમારની મોત બાદ પરિવારમાં ગમગીની છવાઈ છે. પરિવારજનોએ મૃતક ફાયર જવાન અનિલ પરમારની પત્નીને નોકરી અને વડતર આપવા માગ કરી છે. આ સાથે જવાનના પત્નીને નોકરી મળશે તેવો લેખિતમાં જવાબ પણ માગ્યો છે. માહિતી મુજબ, આ માગ સાથે આજે પરિવારજનો AMC કચેરીનો (Ahmedabad) ઘેરાવો કરશે. પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી તંત્ર દ્વારા યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આજે આ મામલે નિર્ણય આવે તેની શક્યતા છે.

 

આ પણ વાંચો - Morbi : નકલી ટોલનાકા મામલે વધુ 3 ઝડપાયા, કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAMCBird RescueBopalFiremanGujarat FirstGujarati News
Next Article