Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

અહેવાલ - સંજય જોષી,અમદાવાદ  અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથામાં રોજ 2500થી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા શિવ અને જગત જનની મા ઉમિયાની આરાધના કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના...
ahmedabad   વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

અહેવાલ - સંજય જોષી,અમદાવાદ 

Advertisement

અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથામાં રોજ 2500થી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ એ મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા શિવ અને જગત જનની મા ઉમિયાની આરાધના કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદના ઘાટલોડિયા ખાતે વિશ્વઉમિયાધામ દ્વારા શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવ મહાપુરાણ કથાનું રસપાન સાંભળવા રોજ 2500થી વધુ ભક્તો પધારી રહ્યા છે

Advertisement

શિવપુરાણ કથા રોજ 2500થી  ભક્તો લઈ રહ્યા છે લાભ

ત્યારે ગુરૂવારે શિવપુરાણ મુજબ ભગવાન શિવ અને મા ઉમિયાના લગ્નનો સમારોહ યોજાયો હતો. જેમાં 3 હજારથી વધુ ભક્તોએ લગ્નવિવાહ સંપન્ન કર્યો. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા નિવાસી બાબાભાઈ ભરવાડે 11 લાખાના 51 ધર્મસ્તંભના દાતા બની મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે. અર્થાત્ 5 કરોડ 61 લાખના દાતા બન્યા છે.

Advertisement

વિશ્વઉમિયાધામ મંદિર દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર : શ્રી આર.પી.પટેલ

આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ શ્રી.આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્યપૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરએ દરેક સમાજની સામાજિક સમરસતાનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સ્પોર્ટ્સ, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહી છે.

આ પણ  વાંચો-9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું, પછી શું થયું ?? દરેક માતા-પિતા એ વાંચવા જેવો કિસ્સો

Tags :
Advertisement

.