Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Crime News: શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપધાત કરવાનો કર્યો પ્રયાસ

Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી વ્યજખોરનો ત્રાસ આવ્યો સામે આવ્યો છે. અમદાવાદમાં કાફેના સંચાલકએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બોપલ પોલીસે 6 વ્યજખોર વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપીની કરી ધરપકડ કરી છે. અમદાવાદમાં ફરી વ્યજખોરનો ત્રાસ વ્યાજખોરએ માતાને ધમકી આપીને...
08:58 PM Feb 18, 2024 IST | Aviraj Bagda
Once again the youth tried to commit suicide due to the harassment of usurers in the city

Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી વ્યજખોરનો ત્રાસ આવ્યો સામે આવ્યો છે. અમદાવાદમાં કાફેના સંચાલકએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બોપલ પોલીસે 6 વ્યજખોર વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપીની કરી ધરપકડ કરી છે.

અમદાવાદમાં ફરી વ્યજખોરનો ત્રાસ

Ahmedabad Crime News

વ્યાજખોરના ચુગલમાં ફસાયેલા દીકરાને બચાવવા માતા પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તેમના 21 વર્ષના દીકરાને વ્યજખોરથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સાણંદમાં રહેતા પરાગભાઈ પટેલનો દીકરા દેવ પટેલે કાફેનો બિઝનેસ કરવા તેના ઓળખીતા પાસેથી રૂ.10 લાખ વ્યાજે લીધા હતા.

વ્યાજખોરએ માતાને ધમકી આપીને દાગીના પડાવ્યા

આ પેટે તેણે રૂ.25 લાખ ચૂકવી દીધા બાદ પણ 60 લાખની રકમની માગણી કરી વ્યાજખોર માનસિક ત્રાસ આપતા હતા. જેથી દેવ પટેલે પૈસા ચૂકવવા બીજા અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈને એક બીજાને ચૂકવ્યા હતા. તેમ છતા પણ વ્યાજખોરો હેરાન કરતા હતા. તે ઉપરાંત દેવને ગાડી નીચે કચડી દેવાની ધમકી આપીને તેની માતા પાસેથી સોના-ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા.

પિતા આવી જતા યુવકનો થયો બચાવ

ત્યારે આ તમામ વ્યાજખોર એકબીજાના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. તમામ વ્યાજખોર અવાર નવાર વધુ વ્યાજ અને મૂડીની માંગણી કરીને દેવને હેરાન કરીને ધમકાવતા હતા. જેથી કંટાળીને દેવ પટેલ આપધાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે પિતા પહોંચી જતા પુત્રને બચાવી લેવામાં આવ્યો હતો.

બોપલ પોલીસે એક આરોપીની કરી ધરપકડ

 

આ સમગ્ર મામલો બોપલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ધવલ પંડિત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ, પૃથ્વીરાજસિંહ વાધેલા, મનુ રબારી અને મૌલિક રાવલ વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપી ધવલ પંડિતની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Himmatnagar : ‘આ લોકએ મને બઉ જ હેરાન કર્યો છે, એટલે હું…’ પોલીસકર્મીનો આપઘાતનો પ્રયાસ, Video પણ બનાવ્યો

Tags :
AhmedabadBlack mailingBopalBopal PoliceCafeCrimeGujarat PoliceGujaratFirstmoneypatel cafe
Next Article