Ahmedabad : વસ્ત્રાપુરમાં એક કોમના બે જૂથ વચ્ચે અથડામણ, એક વૃદ્ધાનું મોત
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટનામાં એક વૃદ્ધાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, એક કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. આ બનાવની વસ્ત્રાપુર પોલીસને જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરની જગ્યા મામલે વિખવાદ થતા અથડામણ
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં બુધવારે એક કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. આ ઘટનામાં પથ્થરમારો થતાં એક વૃદ્ધાનું મોત થયું હોવાની માહિતી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, વસ્ત્રાપુર ગામમાં એક મંદિર છે તેની વ્યવસ્થાનાં ભાગરૂપે એક કોમના કેટલાક લોકો એકત્રિત થયા હતા. દરમિયાન, મંદિરની જગ્યાની બાબતે કોઈ કારણસર એક જ કોમના બે જૂથ વચ્ચે અંદરોઅંદર અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી તેમને સારવાર અર્થે સંજીવની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું છે.
7 લોકો ઇજાગ્રસ્ત હોવાના પ્રાથમિક અહેવાલ
આ ઘટનાની વસ્ત્રાપુર પોલીસને જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી મામલો થાળે પાડ્યો છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ, અથડામણની આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ (Vastrapur police) દ્વારા આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ ઘટના કેવી રીતે બની ? ઘટના માટે કોણ કોણ જવાબદાર છે ? તે અંગે તપાસ કરાઈ રહી છે. મૃતક મહિલાની ઓળખ 80 વર્ષીય લીરીબેન છગનભાઈ ભરવાડ તરીકે થઈ છે.
આ પણ વાંચો - ACB Gujarat : એએસઆઈએ 5 લાખની લાંચ લેવા સગા ભાઇને મોકલ્યો
આ પણ વાંચો - Vapi : ભાજપના નેતાને ત્યાં AAP ના નેતાઓએ રચ્યું ધાડનું ષડયંત્ર
આ પણ વાંચો - Ahmedabad : ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓને HC થી મોટો ઝટકો! અરજી ફગાવી કોર્ટે કહી આ વાત!