Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બન્યા બેફામ,જુઓ video

Ahmedabad : અમદાવાદ(Ahmedabad)ના ફતેવાડી (Fatewadi)વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ખાનગી હોટલમાં વેપારી પર અસામાજીક તત્વોએ હુમલો કરીને અનેક ચીજવસ્તુઓ અને સામાનની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અસામાજિક તત્વોનો આતંક મળતી...
ahmedabad  ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો બન્યા બેફામ જુઓ video

Ahmedabad : અમદાવાદ(Ahmedabad)ના ફતેવાડી (Fatewadi)વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. ખાનગી હોટલમાં વેપારી પર અસામાજીક તત્વોએ હુમલો કરીને અનેક ચીજવસ્તુઓ અને સામાનની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શહેરમાં અસામાજિક તત્વોનો આતંક

મળતી માહિતી મુજબ,અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજીક તત્વો ક્યારે ક લોકોને હેરાન કરે તો ક્યારે ક ઘર અને હોટલોમાં તોડફોડ કરીને લાખો રુપિયાનું નુકસાન પહોંચાડે છે. ક્યાંકને ક્યાંક પોલીસને ચકમો આપવામાં અસામાજીક તત્વો બેફામ બનતા જાય છે.

Advertisement

હોટલમાં ઘૂસીને તોડફોટ કરી

અસામાજીક તત્વોના ટોળાએ હાથમાં હોકી, તલવારો, લાકડી અને પાઈપો લઈને પાર્કિંગમાં મુકેલા વાહનોમાં તોડફોડ કરે તો હપ્તા ઉખરાણી કરીને મારપીટ કરવાની અનેક ઘટનાઓ સામે આવે છે. તેવામાં અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અસામાજીક તત્વોએ ખાનગી હોટલમાં ઘૂસીને તોડફોટ કરી અને કર્મીઓ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે.

હોટલમાં 1200 રૂપિયાનું જમવાનું પાર્સલ કરાવા કહેવામાં આવ્યું હતું પરંતું પૈસા ન આપીને દાદાગીરી કરી હતી. હોટલમાં વેપારી અને કારીગર પર હુમલો કર્યો હતો. આ સાથે તત્વોએ ખાણીપીણીની વસ્તુઓ ફેંકીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, આરોપી એઝાઝ અને સમસુ નામના બે શખ્સોની કરતૂત હોવાનું સામે આવ્યું છે. હોટલમાં મારપીટ અને તોડફોડ કર્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વેજલપુર પોલીસે CCTV ફૂટેજ આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ  વાંચો - Ahmedabad માં ઇ-ચલણની 3.14 અબજની વસૂલી બાકી

આ પણ  વાંચો - Cyclone Alert : ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે

આ પણ  વાંચો - Kutch : મહિલા ASI અને તેમના પતિનો પાર્થિવ દેહ વતન લવાયો, અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી

Tags :
Advertisement

.