Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: જોધપુરમાં બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવ્યા

Ahmedabad : ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ રોજ રોજે સામે આવી રહી છે. દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના જોધપુર પાસે 8 કાર વચ્ચે (Jodhpur...
ahmedabad  જોધપુરમાં બેફામ amts બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવ્યા

Ahmedabad : ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ રોજ રોજે સામે આવી રહી છે. દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના જોધપુર પાસે 8 કાર વચ્ચે (Jodhpur Cross Road )AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાત્રે ઇસ્કોન સર્કલ તરફથી એક AMTS ની બસ પુરઝડપે આવી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એકપછી એક આઠ વાહ (8 vehicles)નો સાથે અથડાઇ હતી. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જો કે થોડે દુર બાદ બસ ઉભી રહી હતી. જેમાં ત્રણ કાર, બે રીક્ષાઓ અન્ય ટુ વ્હીલરને ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકની સ્થિતિ સર્જાય હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

Advertisement

બીજી તરફ અખસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે ચોક્કસ કારણ તો ઊંડી તપાસ બાદ જ સામે આવશે.

Advertisement

જેમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે, તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે. ત્યારે ગઇકાલે રાત્રે વધુ એક બનાવ શહેરના જોધપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં AMTS બસ સિગ્નલ પર ઉભા રહેલા વાહનોને ઠોકરે ચડાવ્યા હતા.

આ પણ  વાંચો - AHMEDABAD એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ  વાંચો - Machchhu dam: 42 વર્ષમાં બાદ રીપેર કરવામાં આવશે મચ્છુ ડેમના દરવાજા, 34 ગામોમાં એલર્ટ જાહેર

આ પણ  વાંચો - Mother’s Day Special: મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો, માતાએ વ્યક્ત કરી ખુશી

Tags :
Advertisement

.