ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમ બાદ હવે ED અને IT ની એન્ટ્રી!

Ahmedabad : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે (Lok Sabha elections) મતદાન થયા બાદ CID કાઇમ દ્વારા આંગડીયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. CID ક્રાઇમે તપાસનો ઘમઘમાટ શરૂ કરી અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં આવેલ વિવિધ આંગડીયા પેઢીની તપાસ કરી હતી,...
10:09 AM May 13, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

Ahmedabad : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે (Lok Sabha elections) મતદાન થયા બાદ CID કાઇમ દ્વારા આંગડીયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. CID ક્રાઇમે તપાસનો ઘમઘમાટ શરૂ કરી અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં આવેલ વિવિધ આંગડીયા પેઢીની તપાસ કરી હતી, જેમાં ફરજી ખાતા થકી કરોડોના ખોટા નાણાકીય વ્યવહાર થયા હોવાનું ખુલ્યું હતું. આ મામલે તપાસમાં હવે CID ક્રાઈમની સાથે ED અને ITની ટીમો પણ જોડાઈ છે. વધુ એક દરોડામાં ક્રિકેટ સટ્ટો અને દુબઈ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. હવાલાના રૂપિયાની હેરાફેરી માટે દુબઈમાં ઓફિસો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

ED અને IT ની ટીમો પણ કરશે તાપસ

રાજ્યભરમાં આંગડિયા પેઢી (Angadia Pedhi) થકી રોકડ વ્યવહાર અને હવાલાના વ્યવહારોની તપાસ કરવામાં માટે CID કાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના અલગ-અલગ શહેરોની અંદર ટીમો મોકલી તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે, હવે આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમની સાથે ED, ITની ટીમો પણ જોડાઈ છે. અગાઉની તપાસમાં આંગડીયા પેઢીનું નેટવર્ક દુબઈ (Dubai network) સુધી પહોંચ્યું છે. હવાલાના રૂપિયાની હેરાફેરી માટે દુબઈમાં ઓફિસો હોવાનું સામે આવ્યું હતું. દુબઈ ભાગી ગયેલા PM આંગડીયા પેઢીના માલિકે આ નેટવર્ક ઊભું કર્યું હતું. વોન્ટેડ ગુનેગારો આંગડીયા પેઢીનું હવાલા રેકેટ દુબઇથી ચલાવતા હોવાનું મનાઈ રહ્યું છે. દુબઈ નેટવર્ક સામે આવતા CID ક્રાઈમની સાથે ED અને ITની ટીમો પણ તાપસ કરશે.

CG રોડ પરની પેઢીમાંથી રૂ. 10 કરોડ રિકવર કર્યા હતા

જણાવી દઈએ કે, વધુ એક રેડમાં ક્રિકેટ સટ્ટો અને દુબઈ નેટવર્ક ખુલ્યું હતું. અગાઉ લોકસભા ચૂંટણી માટે મતદાન થયા બાદ અમદાવાદ, સુરત (Surat) સહિત અન્ય શહેરોમાં CID ક્રાઇમે અલગ અલગ ટીમો થકી તપાસ આદરી હતી. આંગડિયા પેઢીમાં ફરજી ખાતા થકી કરોડો રૂપિયાના ખોટા વ્યવહારો થયા હોવાની ફરિયાદ મળતા 25 જગ્યા પર CID ક્રાઇમના 40 સભ્યોની ટીમે દરોડા પાડ્યા હતા. અમદાવાદના (Ahmedabad) CG રોડ પરની આંગડીયા પેઢીમાં દરોડા દરમિયાન રૂ. 10 કરોડ રિકવર કરાયા હતા.

આ પણ વાંચો - CID RAID : આંગડીયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો - IT Raid : ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ એક્શનમાં, સુરતમાં 5 સ્થળો પર દરોડા

આ પણ વાંચો - Surat : ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા ગ્રૂપનાં 12 સ્થળો પર IT ના દરોડા, કરચોરી કરનારાઓમાં ફફડાટ!

Tags :
AhmedabadAngadia PedhiCID Crime GujaratCrime NewsDubai networkedGujarat FrirstGujarati Newshawala NetworkIT raidLok Sabha ElectionsSurat