Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : અસારવામાં 89 વર્ષના હસ્તુબેન સંઘવીએ કર્યું મતદાન

Ahmedabad : લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ને લઇ અમદાવાદ (Ahmedabad )જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા 56 ખાતે પોલિંગ સ્ટેશન નંબર 1 મોડલ પોલિંગ સ્ટેશન સર્કિટ હાઉસમાં મતદાન કરવા આવેલા 89...
ahmedabad   અસારવામાં 89 વર્ષના હસ્તુબેન સંઘવીએ કર્યું મતદાન

Ahmedabad : લોકસભા સામાન્ય ચૂંટણી - 2024ને લઇ અમદાવાદ (Ahmedabad )જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા 56 ખાતે પોલિંગ સ્ટેશન નંબર 1 મોડલ પોલિંગ સ્ટેશન સર્કિટ હાઉસમાં મતદાન કરવા આવેલા 89 વર્ષીય હસ્તુબેને મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

Advertisement

વયોવૃદ્ધ હસ્તુબેને વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો

વયોવૃદ્ધ હસ્તુબેને વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રભરી વિનંતી કરી હતી. આ અંગે હસ્તુબેનના પુત્ર કિશોર સંઘવીએ જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ જોઇને અમે ખુબ આનંદ થયો. મારી માતા ઉંમર લાયક હોવાનું જાણ થતા મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા અમને તરત મળી ગઇ હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યો હતો.

Advertisement

તમામ મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ

એટલું જ નહીં, મારા માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતા અને અમને પણ માટે આપવા જવાનું કહેતા હતા. જો 89 વર્ષીય મારા માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ.

Advertisement

વયોવૃદ્ધ મતદાતાઓ અન્ય મતદારો માટે પ્રેરણાનાસ્ત્રોત બન્યા

આજે મતદાનના દિવસે વડોદરાના વયોવૃદ્ધ મતદાતાઓ અન્ય મતદારો માટે પ્રેરણાનાસ્ત્રોત બન્યા છે. સિનિયર સિટીઝનમાં પણ મતદાનને લઈને ગજ્જબનો જુસ્સો જોવા મળી રહ્યો છે. જેમાં 104 વર્ષના વયોવૃદ્ધ મતદાર ઈચ્છાબેન સોમગીર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ત્યાં જ બીજી તરફ 106 વર્ષના ગીતાબેનએ મતદાન કરી યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તો બીજી તરફ વડોદરામાં 106 વર્ષના ગીતાબેનએ પણ મતદાન કર્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલ લોકમાન્ય તિલક પ્રાથમિક શાળામાં ગીતાબેનએ મતદાન કર્યું છે.

આ  પણ   વાંચો - Gir : એક મત પડ્યો અને થયું 100 ટકા મતદાન

આ  પણ   વાંચો - Lok Sabha elections : લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો, રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન

આ  પણ   વાંચો - Rajkot : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

Tags :
Advertisement

.