ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : રાજ્યમાં પ્રથમ વખત એક જ સંસ્થાનાં 8 વિદ્યાર્થી UPSC માં થયા પાસ, CM એ સન્માન કરી કહી આ વાત!

અમદાવાદ (Ahmedabad) સરદાર ધામ તાલીમ કેન્દ્ર સંસ્થાના 8 વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં પાસ થતા 'સન્માન સમારંભ કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને IAS/IPS પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને સન્માન કર્યું હતું. દરમિયાન...
09:06 PM Apr 28, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

અમદાવાદ (Ahmedabad) સરદાર ધામ તાલીમ કેન્દ્ર સંસ્થાના 8 વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં પાસ થતા 'સન્માન સમારંભ કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને IAS/IPS પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને સન્માન કર્યું હતું. દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુજરાત મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. ગુજરાત સૌથી વધુ નોકરી આપતું રાજ્ય છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું કે એક જ સંસ્થામાંથી 8 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા છે.

ગુજરાતમાં એક વર્ષમાં 25 વિદ્યાર્થીઓ પાસ થયા તે એક ઈતિહાસ છે : CM

આજે અમદાવાદના (Ahmedabad) સરદાર ધામ સુધા જસવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર સરદાર ધામ (Sardar Dham Training Center Institute) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં upse પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પાસ થયેલા 8 વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કોઈ પણ એક સંસ્થામાંથી UPSC ની પરીક્ષામાં 8 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હોય તેવો ગુજરાતમાં પહેલો કિસ્સો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં 25 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા તે પણ એક ઈતિહાસ છે.

'આ વખતે 400 પાર અને ત્રીજીવાર નરેન્દ્રભાઇને જીતાડવાના છે'

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સહિત દેશભરમાં હાલ ચૂંટણીનો માહોલ છે. આ વખતે 400 પાર અને ત્રીજીવાર નરેન્દ્રભાઇને (Pm Narendra MOdi) જીતાડવાના છે. હું મારા બધા ઓફિસર ને કહ્યુ છું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુજરાત મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. ગુજરાત સૌથી વધુ નોકરી આપતું રાજ્ય છે. વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા અને રાજ્યના વિકાસ બાદ દરેક દેશ ઈચ્છે છે કે ભારત સાથે વેપાર વધારવો છે અને પ્રાથમિક સ્થળ તરીકે ગુજરાતની પસંદગી થયા છે. 2003 માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે 100 થી વધુ કંપનીઓ હાલ ગુજરાતમાં છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં સરદાર ધામના ટ્રસ્ટી, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Godhra Lok Sabha Election: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ગોધરા નિવાસીઓને અચૂક મતદાનની કરી અપીલ

આ પણ વાંચો - Kutch : દેશમાં ગ્રીન એનર્જીનું હબ કચ્છ બનવા જઈ રહ્યું છે: CM ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો - Vadodra BJP Office Inauguration: મુખ્યમંત્રીએ વડોદરામાં ભાજપના ઉમેદવારના પક્ષમાં તારીફના પુલ બાંધ્યા

Tags :
AhmedabadChief Minister Bhupendra PatelGuajrati NewsGujaratGujarat FirstIAS/IPS examinationpm narendra modiSardar Dham Sudha Jaswant Ambalal Civil Service Center Sardar DhamSardar Dham Training Center InstituteUPSC examinationVibrant Gujarat