Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 73 વર્ષીય કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

અમદાવાદમાં (Ahmedabad) અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં વાડજ સર્કલ (Vadaj Circle) તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું...
ahmedabad   સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 73 વર્ષીય કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા  1નું મોત

અમદાવાદમાં (Ahmedabad) અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં વાડજ સર્કલ (Vadaj Circle) તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. અકસ્માત સર્જનાર થલતેજમાં (Thaltej) રહેતા 73 વર્ષીય રમણ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કારચાલકે ત્રણ વાહનોને લીધા અડફેટે

અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદના (Ahmedabad) વાડજ વિસ્તારમાં સોહરાબજી કમ્પાઉન્ડથી વાડજ સર્કલ તરફ જતા ટ્રાફિકથી ભરેલા માર્ગ કારચાલકે અચાનક ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અક્સ્માતને પગલે લોકોની ભારે ભીગ ભેગી થઈ હતી. જ્યારે કારની નીચે ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે લોકોએ ભેગા મળી કારને એક સાઇડથી ઊંચી કરી પલટી હતી અને વ્યક્તિને બહાર કાઢી હતી.

Advertisement

ભોગીલાલ પરમારનું સારવાર દરમિયાન મોત

એક શખ્સનું સારવાર દરમિયાન મોત

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગીલાલ પરમાર નામના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી હતી. પોલીસ તપાસ મુજબ, કારચાલકની ઓળખ થલતેજમાં રહેતા 73 વર્ષિય રમણ પટેલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Kutch : દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં ST બસનો ડ્રાઇવર અશ્લિલ હરકતો કરતો Video વાઇરલ

આ પણ વાંચો - Bharuch : વિદ્યાર્થીને લઈ જતાં ઇકોચાલકે પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત સર્જયો, નશામાં હોવાનો આરોપ

આ પણ વાંચો - Dahod : Youtube પર વીડિયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી, PM રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.